Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:21 - પવિત્ર બાઇબલ C.L.

21 હુરામે મંદિરના પ્રવેશદ્વારે એ બન્‍ને તામ્રસ્તંભ ઊભા કર્યા. દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન અને ઉત્તર તરફના સ્તંભનું નામ બોઆઝ પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેણે થાંભલા મંદિરની ઓસરી આગળ ઊભા કર્યા. જમણો થાંભલો ઊંચો કરીને તેણે એનું નામ યાખીન પાડ્યું.અને ડાબો થાંભલો ઊંચો કરીને તેણે એનું નામ બોઆઝ પાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆઝ પાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એ થાંભલા મંદિરની ઓસરી આગળ આવેલા હતા. જમણે હાથે આવેલા થાંભલાનું નામ યાખીન હતું અને ડાબે હાથે આવેલા થાંભલાનું નામ બોઆઝ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:21
14 Iomraidhean Croise  

જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.


મંદિરની પરસાળ સાડાચાર મીટર લાંબી અને પવિત્રસ્થાનની પહોળાઈ જેટલી એટલે કે નવ મીટર પહોળી હતી.


મહેલનો ચોક, પ્રભુના મંદિરનો અંદરનો ચોક અને મંદિરના પ્રવેશખંડની ભીંતોમાં કાપેલા પથ્થરોના પ્રત્યેક ત્રણ થર પછી એક થર ગંધતરુના ભારોટિયાનો હતો.


પોયણા આકારના તાંબાના બે કળશો સ્તંભની ટોચ પર હતા. એમ સ્તંભોનું કામ પૂરું થયું.


મંદિરના પ્રવેશદ્વારની બન્‍ને બાજુએ સ્તંભ ઊભા કર્યા હતા: તેણે દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ઉત્તર તરફના સ્તંભનું બોઆઝ (બળ) નામ પાડયું.


તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ.


નાઓમીએ તેને પૂછયું, “આજે તું કોના ખેતરમાં વીણવા ગઈ હતી? તારા પ્રત્યે રહેમનજર રાખનાર માણસ પર ઈશ્વરનો આશીર્વાદ ઊતરો.” રૂથે કહ્યું, “મેં બોઆઝ નામે એક માણસના ખેતરમાં કામ કર્યું હતું.”


Lean sinn:

Sanasan


Sanasan