14 તેનો પિતા પણ તૂરનો હતો ને તાંબાના કામનો કુશળ કારીગર હતો. તે ત્યારે હયાત નહોતો. તેની માતા નાફતાલીના કુળની હતી. હુરામ બુદ્ધિશાળી અને અનુભવી કારીગર હતી. તાંબાના સર્વ કામની જવાબદારી ઉપાડવા તે શલોમોન રાજા પાસે આવ્યો.
14 તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો, તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં સર્વ કામ કર્યાં.
14 હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.
14 તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું.
તેની માતા દાનના કુળની છે અને તેનો પિતા તૂરનો વતની છે. તે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પથ્થર અને લાકડાંની વસ્તુઓ બનાવવામાં નિપુણ છે. તે આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રો તેમજ અળસીરેસાનાં વસ્ત્રો પર કારીગરી કરે છે. તે સર્વ પ્રકારની કોતરણી કરી શકે છે અને સૂચવવામાં આવેલ કોઈપણ ભાત પાડી શકે છે. તમારા કારીગરો અને તમારા પિતા દાવિદ રાજાના કારીગરો સાથે તે કામ કરશે.
જો કે હકીક્તમાં તો ઈશ્વરને માટે કોઈ મંદિર બાંધી શકે જ નહિ; કારણ, આકાશ, અરે, સર્વોચ્ચ આકાશ પણ તેમને સમાવી શકે નહિ. તો પછી હું કોણ કે હું તેમનું મંદિર બાધું? એ તો માત્ર ઈશ્વરને ધૂપ ચઢાવવાનું સ્થાન થશે.
હુરામે તાંબાનાં ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યા. એ રીતે તેણે ઈશ્વરના મંદિરને માટે જે જે ચીજવસ્તુઓ બનાવવાનું રાજા શલોમોનનું કામ સ્વીકાર્યું હતું તે તેણે પૂરું કર્યું: બે સ્તંભ સ્તંભની ટોચ પરના પ્યાલા આકારના બે કળશ દરેક કળશ પર એકબીજીને વીંટાળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમો દસ જળ લારીઓ દસ જળકુંડીઓ જળકુંડ જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, ત્રિશૂળો. શલોમોન રાજાએ આજ્ઞા આપી હતી તેમ કુશળ કારીગર હુરામે પ્રભુના મંદિરમાં ઉપયોગ માટે એ બધી ચીજવસ્તુઓ ઓપેલા તાંબાની બનાવી.
મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.
કોતરણીની વિવિધ ભાતો રચવામાં, ભરતકામ કરવામાં, ઝીણાં કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાના તથા અન્ય પ્રકારના વસ્ત્રના વણાટકામમાં પ્રભુએ તેમને કૌશલ્ય બક્ષ્યું છે. તેઓ સર્વ પ્રકારનું કાર્ય કરી શકે છે અને વિવિધ ભાતો રચવામાં નિપુણ કલાકારો છે.
“બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.”
કારીગરોમાંથી સૌથી નિપુણ કારીગરોએ મુલાકાતમંડપ બનાવ્યો. તેમણે વાદળી, જાંબુડી તથા ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાના દસ પડદામાંથી તે મંડપ બનાવ્યો. વળી, પડદા પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કરેલું હતું.