૧ રાજા 6:16 - પવિત્ર બાઇબલ C.L.16 મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઢો સુધી, એરેજવૃક્ષનાં પાટિયાંની વીસ હાથ ભીંત બનાવી, એટલે તેણે ઈશ્વરવાણી સ્થાનને માટે એટલે પરમપવિત્રસ્થાનને માટે, અંદરની બાજુએ તે બનાવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સભાસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું. Faic an caibideil |