Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મારા ચાકરો તે લબાનોન પરથી સમુદ્રકાંઠે ઉતારી લાવશે, અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ, ને ત્યાં [લાવીને] તે છોડી નંખાવીશ, પછી તમે તે ત્યાંથી લઈ જજો, અને તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 માંરા માંણસો લબાનોનથી સમુદ્ર સુધી લાકડાં લઇ આવશે અને ત્યાંથી તમે કહેશો ત્યાં હું તે લાકડાં બાંધીને તરાપા બનાવીને, સમુદ્રમાંગેર્ વહાવી દઇશ, પછી લાકડાં છૂટાં કરી તમને સોંપી દેવાશે. તમાંરે તો માંરા માંણસોને ફકત વેતન, ખોરાક અને રહેવા માંટેની જગ્યા આપવી પડશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:9
14 Iomraidhean Croise  

યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા.


આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં.


પછી હીરામે શલોમોન પર આવો સંદેશો મોકલ્યો: “મને તમારો સંદેશો મળ્યો છે અને તમારી માગણી મુજબ હું ગંધતરુ અને દેવદારનાં લાકડાં પૂરાં પાડીશ.


શલોમોનના માણસો સાથે કામ કરવા હિરામના રાજાએ કેટલાક અનુભવી દરિયા ખેડૂઓને મોકલ્યા.


એના અમલ દરમ્યાન યરુશાલેમમાં સોનુંરૂપું પથ્થરના જેટલું સામાન્ય થઈ પડયું અને ગંધતરુનું પ્રમાણ નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષ જેટલું થઈ પડયું.


તમારે જોઈતાં ગંધતરુનાં બધાં લાકડાં અમે લબાનોનમાંથી કપાવીશું, અને તરાપા પર બાંધીને દરિયાઈ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તમે તે યરુશાલેમ લઈ જઈ જજો.”


દુનિયાના કોઈપણ રાજવી કરતાં શલોમોન ધનવાન અને જ્ઞાની હતો.


લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.


પરંતુ ઈશ્વરનો આત્મા માણસમાં જ્ઞાન પ્રેરે છે, અને સર્વસમર્થનો શ્વાસ તેને સમજણ આપે છે.


મેં મારી જાતને કહ્યું, “યરુશાલેમમાં તારી અગાઉ થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં તેં અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને તને જ્ઞાનનો તથા વિદ્યાનો વિશાળ અનુભવ છે.”


યહૂદા અને ઇઝરાયલના લોકો પણ તારો માલ ખરીદતા અને બદલામાં તને ઘઉં, મધ અને ઓલિવ તેલ તથા ગૂગળ આપતા હતા.


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


કૃપા કરી મને યર્દન નદીની પેલે પાર જવા દો અને સામે પારનો ફળદ્રુપ દેશ તથા સુંદર પહાડી પ્રદેશ અને લબાનોન જોવા દો.’


Lean sinn:

Sanasan


Sanasan