Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે હવે મારે માટે લબાનોન પરથી એરેજવૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે. અને તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું તમને તમારા ચાકરોનું વેતન આપીશ; કેમ કે તમે જાણો છો કે, અમારામાં સિદોનીઓના જેવા‍ ચતુર લાકડાં કાપનાર માણસ કોઈ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:6
20 Iomraidhean Croise  

કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો:


શલોમોને ચૌદસો રથોનું અને બાર હજાર ઘોડેસ્વારોનું સૈન્ય ઊભું કર્યું. કેટલાકને તેણે યરૂશાલેમમાં રાખ્યા, જ્યારે બીજા બધાને અન્ય નગરોમાં રાખ્યા.


શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!”


મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો.


આ ખંડ નવ મીટર લાંબો, અને નવ મીટર પહોળો અને નવ મીટર ઊંચો હતો, અને આખોય ખંડ સોનાથી મઢેલો હતો. વેદી ગંધતરુનાં પાટિયાંથી મઢેલી હતી.


તેમ જ પોતાનાં સર્વ પૂરવઠા નગરો, ઘોડાઓ અને રથો રાખવાનાં નગરો, યરુશાલેમ, લબાનોન, તથા પોતાના રાજ્યમાં તેણે બાંધવા ધારેલાં બધાં બાંધકામ કરાવ્યાં.


શલોમોનના માણસો સાથે કામ કરવા હિરામના રાજાએ કેટલાક અનુભવી દરિયા ખેડૂઓને મોકલ્યા.


વળી, તૂર તથા સિદોનના લોકો તેને ગંધતરુનાં પુષ્કળ પાટિયાં પહોંચાડે તેવી વ્યવસ્થા કરી.


તેણે ચૌદસો રથો અને બાર હજાર ઘોડાઓનું દળ ઊભું કર્યું. તેમાંના કેટલાકને તેણે યરુશાલેમમાં રાખ્યા, જ્યારે બાકીનાને બીજા રથ-નગરોમાં રાખ્યા.


તમારા માણસોની ખોરાકી માટે હું બે હજાર ટન ઘઉં, બે હજાર ટન જવ, ચાર લાખ લીટર દ્રાક્ષાસવ અને ચાર લાખ લીટર ઓલિવતેલ પૂરાં પાડીશ.”


તમારા કઠિયારા પણ નિપુણ છે તે હું જાણું છું. તેથી મને લબાનોનમાંથી ગંધતરું, દેવદાર અને સુખડનાં લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં તૈયાર કરવામાં તમારા માણસોને મદદ કરવા હું મારા માણસોને મોકલીશ; કારણ, મારે મોટું અને ભવ્ય મંદિર બંધાવવાનું છે.


લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.


પ્રભુની ગર્જના મજબૂત ગંધતરુઓને ભાંગી નાખે છે. તે લબાલોનના મજબૂત ગંધતરુઓના ચૂરેચૂરા કરી નાખે છે.


મેં તેમને કહ્યું, “તમારી ઇચ્છા થતી હોય તો મને મારું વેતન આપો. પણ ન આપવું હોય, તો તમારી પાસે રાખી લો.” તેથી તેમણે મને મારા વેતન તરીકે ચાંદીના ત્રીસ સિક્કા આપ્યા.


કોઈ તમારું ભૂડું કરે, તો સામું ભૂંડું ન કરો.


ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે.


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


અંતમાં, મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan