Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે; કોઈ શત્રુ નથી કે, કંઈ આપત્તિ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ હવે યહોવા માંરા દેવે ઇસ્રાએલમાં સર્વ સરહદોએ શાંતિ સ્થાપી છે. કોઈ શત્રુ નથી કે નથી કોઈ આપત્તિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:4
11 Iomraidhean Croise  

“જઈને મારા સેવક દાવિદને કહે કે હું આમ કહું છું. શું તું નિવાસ માટે મંદિર બાંધશે?


શલોમોનના જીવનકાળ દરમ્યાન તે ઇઝરાયલનો શત્રુ હતો.


શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી.


શલોમોન અને હીરામના કારીગરો અને બીલ્લોસ નગરના સલાટોએ મંદિરને માટે પથ્થર અને લાકડાં ઘડીને તૈયાર રાખ્યાં.


તેણે પલિસ્તીઓનો પરાજય કર્યો અને ગાઝા તથા તેની આસપાસના પ્રદેશોનાં માત્ર ચોકીદારનો બુરજ ધરાવતાં નાનાં નાનાં ગામોથી માંડી કિલ્લેબંદીવાળાં મોટાં નગરો સુધી તેમના સર્વ વસવાટો પર આક્રમણ કર્યું.


પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.


યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે.


તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


ઇજિપ્તની સરહદ પરના વહેળા સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી આશ્દોદ તથા ગાઝા તેમજ તેમનાં નગરો તથા ગામો હતાં.


Lean sinn:

Sanasan


Sanasan