Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 “તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “તમે જાણો છો કે, મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેઓને જ્યાં સુધી યહોવાએ તેમના પગનાં તળિયાં નીચે નાખ્યાં નહિ, ત્યાં સુધી તેમને લીધે ને પોતાના ઈશ્વર યહોવાના નામને અર્થે તે મંદિર બાંધી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તું જાણે છે કે, “માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:3
17 Iomraidhean Croise  

પણ તું તે બાંધી શકશે નહિ, એ તો તારો પુત્ર, તારો પોતાનો પુત્ર જ મારું મંદિર બાંધશે.”


પણ મને પ્રભુનો સંદેશ મળ્યો, ‘તેં ભારે ખૂનરેજી ચલાવી છે અને તું મોટી લડાઈઓ લડયો છું. પૃથ્વી પર તેં મારી સમક્ષ પુષ્કળ રક્ત વહેવડાવ્યું છે. તેથી તારે મારું મંદિર બાંધવાનું નથી.


દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી.


પણ ઈશ્વરે મને કહ્યું, ‘તારે મારા નામના સન્માર્થે મંદિર બાંધવાનું નથી; કારણ, તું યોદ્ધો છે અને તેં ઘણું લોહી વહેવડાવ્યું છે.’


તેણે તેના મેજ પર પીરસાતી વાનગીઓ, તેના અધિકારીઓના આવાસો, તેના રાજમહેલના કર્મચારીગણની વ્યવસ્થા, તેમનો ગણવેશ, મિજબાની વખતે તેની તહેનાતમાં ઊભા રહેતા સેવકોનાં વસ્ત્રો અને મંદિરમાં જે બલિદાનો તે ચડાવતો એ બધું જોયું, ત્યારે તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ.


આસપાસના દેશોમાંથી મારી પાસે આવતા બધા લોકો ઉપરાંત યહૂદી લોકો અને તેમના આગેવાનોમાંના દોઢસો માણસોને


દરરોજ મારે ખર્ચે એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને ઘણાં બધાં મરઘાંનું ભોજન પીરસાતું હતું. દર દસ દિવસે હું તાજો દ્રાક્ષાસવ પૂરો પાડતો, અને એમ મેં રાજ્યપાલ તરીકે મને મળવાપાત્ર ખાધા ખોરાકી પૈકી કંઈ માગ્યું નહોતું; કારણ, લોકોનો આર્થિક બોજો ઘણો ભારે હતો.


યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.


કારણ, ઈશ્વર તેમના સર્વ શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ.


ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે.


સાબર તથા હરણ, કાળિયાર અને જંગલી બકરાં; પહાડી હરણ, છીંકારા તથા પહાડી ઘેટાં.


તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા.


Lean sinn:

Sanasan


Sanasan