Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુએ પોતાનું વચન પાળ્યું અને શલોમોનને જ્ઞાન આપ્યું. હીરામ અને શલોમોન વચ્ચે સલાહસંપ હતો અને તેમણે પરસ્પર મૈત્રીનો કરાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવાએ સુલેમાનને વચન આપ્યું હતું, તે પ્રમાણે તેણે તેને જ્ઞાન આપ્યું. અને હીરામ તથા સુલેમાનની વચ્ચે સલાહસંપ હતો. અને તે બંન્‍નેએ અરસપરસ કરાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને યહોવાએ સુલેમાંનને વચન આપ્યું હતું, તે મુજબ તેણે તેને જ્ઞાન આપી; અને હીરામ તથા સુલેમાંનની વચ્ચે સુલેહ-શાંતિના કરાર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:12
12 Iomraidhean Croise  

આમ, તેમણે બેરશેબામાં કરાર કર્યો. ત્યાર પછી અબિમેલેખ અને તેનો સેનાપતિ ફિકોલ ત્યાંથી પલિસ્તીયામાં પાછા ગયા.


“તમારા અને મારા પિતા વચ્ચે રાજમૈત્રી હતી; આપણે એ મૈત્રી જાળવીએ. મેં તમને આ સોનારૂપાની ભેટ મોકલી છે. હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો તમારો રાજસંબંધ કાપી નાખો; જેથી તે મારી સરહદમાંથી પોતાનું દળ ખેંચી લે.”


ઈશ્વરે શલોમોનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગરતટના જેવી વિશાળ સમજ આપ્યાં.


શલોમોન રાજાએ સમસ્ત ઇઝરાયલમાંથી ત્રીસ હજાર વેઠિયા ઊભા કર્યા.


તો હું તને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપીશ. વળી, હું તને તારી અગાઉ થઈ ગયેલા કે તારા પછી થનાર કોઈપણ રાજા કરતાં વધારે ધનદોલત અને કીર્તિ આપીશ.”


જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.


ઇઝરાયલના રાજા, દાવિદના પુત્ર શલોમોનનાં સુભાષિતો:


સભાશિક્ષક જ્ઞાની હતો. તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો. ઊંડો વિચાર કરી તેણે ઘણાં સુભાષિતો રચ્યાં અને તેમના સત્યની યથાર્થતાની નિષ્ઠાપૂર્વક તપાસ કરી.


શલોમોનનું શ્રેષ્ઠ ગીત


પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan