Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તૂરનો રાજા હીરામ રાજા દાઉદ સાથે સંલગ્ન થઇ ગયો, તેણે પોતાના નોકરોને સુલેમાંન રાજા પાસે મોકલ્યા; કારણ કે તેણે જાણ્યું હતું કે દાઉદનો પુત્ર સુલેમાંન ઇસ્રાએલના નવા રાજા તરીકે અભિષિકત થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:1
24 Iomraidhean Croise  

એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.


તેથી તેણે પોતાના પુત્ર યોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા અને હદાદએઝેર રાજા પર વિજય મેળવવા બદલ તેને અભિનંદન આપવા મોકલ્યો; કારણ, ટોઈને હદાદએઝેર સાથે સતત વિગ્રહ ચાલતો હતો. યોરામ દાવિદ પાસે સોનું, રૂપુ અને તાંબાની ભેટસોગાદો લઈને ગયો.


તેની પાસે જે કોઈ આવે તે સોનાચાંદીની ચીજવસ્તુઓ, ઝભ્ભા, હથિયારો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો જેવી કોઈને કોઈ ભેટ લાવતા. આવું વરસોવરસ ચાલ્યા કર્યું.


આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં.


શલોમોન રાજાએ સમસ્ત ઇઝરાયલમાંથી ત્રીસ હજાર વેઠિયા ઊભા કર્યા.


તુરના રાજા હિરામે દાવિદ પાસે એલચીઓ મોકલ્યા અને રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં, કડિયા તથા સુથારો મોકલ્યા.


કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે મોટા પ્રમાણમાં ચાંદી અને બીજી ભેટો લાવ્યા, તો કેટલાક આરબો તેને માટે સાત હજાર સાતસો ઘેટાં અને સાત હજાર સાતસો બકરા લાવ્યા.


શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.


યુફ્રેટિસ નદીથી છેક પલિસ્તીઓના દેશ અને ઇજિપ્તની સરહદ સુધીના સર્વ પ્રદેશ પર તે સર્વોચ્ચ રાજા હતો.


યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે.


તૂરના લોકો તારે માટે ઉપહાર લાવશે; સંપત્તિવાન લોકો તારી મહેરબાની શોધશે.”


તેની રાજસત્તા એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી અને યુફ્રેટિસ નદીથી તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરો.


તો પછી તમે તેની આસપાસની વાડ કેમ તોડી નાખી છે કે, જેથી કોઈ પણ રાહદારી તેની દ્રાક્ષ ચૂંટી લે?


હું તમારી આગળથી અન્ય પ્રજાઓને હાંકી કાઢીશ અને તમારી સીમાઓ વધારીશ. એ ત્રણ પર્વો દરમ્યાન કોઈ તમારા દેશ પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરશે નહિ.


આ તૂર વિષેનો સંદેશ છે. હે તાર્શિશના સાગરખેડુ ખલાસીઓ, તૂર નાશ પામ્યું છે. નથી રહ્યું કોઈ ઘર કે નથી રહ્યું કોઈ બંદર! સાયપ્રસથી પાછા ફરતાં તમને એના સમાચાર મળશે.


તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.


પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.


તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે.


તે આપણા લોકોને ચાહે છે અને આપણે માટે તેણે પોતે એક ભજનસ્થાન બંધાવી આપ્યું છે.”


જો તેઓ તમારી સુલેહની શરતો સ્વીકારે અને નગરના દરવાજા ખોલી નાખીને શરણાગતિ સ્વીકારે તો એ નગરના લોકો વેઠિયા મજૂર તરીકે તમારી સેવા કરે.


પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan