Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 4:30 - પવિત્ર બાઇબલ C.L.

30 પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 મિસર તથા પૂર્વના દેશોના મહાન જ્ઞાનીઓને ઘણું જ્ઞાન હતું પરંતુ તે સુલેમાંનના ડહાપણથી ઓછું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 4:30
14 Iomraidhean Croise  

પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા.


પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો.


બીજા કોઈ રાજા કરતાં શલોમોન રાજા વધારે ધનવાન અને જ્ઞાની હતો.


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


મેં મારી જાતને કહ્યું, “યરુશાલેમમાં તારી અગાઉ થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં તેં અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને તને જ્ઞાનનો તથા વિદ્યાનો વિશાળ અનુભવ છે.”


તેથી હું તમને પૂર્વના રણપ્રદેશની પ્રજાઓના કબજામાં સોંપી દઈશ. તેઓ તમારા દેશમાં પડાવ નાખશે અને ત્યાં વસશે. તેઓ તમારી ઊપજ ખાઈ જશે અને તમારું દૂધ પી જશે.


રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.


એટલે બધા ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષો આવ્યા. મેં તેમને મારું સ્વપ્ન જણાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો આપી શક્યા નહિ.


હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


તેને ઇજિપ્તના લોકોનું સર્વ જ્ઞાન શીખવવામાં આવ્યું. તે વક્તૃત્વ તથા કાર્યમાં સમર્થ થયો.


તે પછી મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના સર્વ લોકોએ ભેગા મળીને યર્દન ઓળંગી અને યિભએલની ખીણમાં પડાવ નાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan