Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 4:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 4:25
14 Iomraidhean Croise  

અને તેમના માણસો શૂરવીર લડવૈયા છે. મારી સલાહ એવી છે કે દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશમાંથી સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા સર્વ ઇઝરાયલીઓને તમે એકઠા કરો અને તમે પોતે તેમને લડાઈમાં આગેવાની આપો.


તેથી પ્રભુએ ઇઝરાયલ પર રોગચાળો મોકલ્યો, જે સવારથી તેમણે નિયત કરેલા સમય સુધી ચાલ્યો. દાનથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં સિત્તેર હજાર માણસો માર્યા ગયા.


હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે.


પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.


તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’


તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ.


તું કહેશે કે, ‘હું કોટ વિનાના ગ્રામ્ય પ્રદેશ પર ચઢાઇ કરીશ, ત્યાં નથી કોટ, નથી દરવાજા કે નથી ભૂંગળો. પણ લોકો નિરાંત અને નિર્ભયતામાં વસે છે.’


જ્યારે તેઓ ફરીથી પોતાના દેશમાં નિરાંત અને નિર્ભયતામાં વસતા હશે અને તેમને ડરાવનાર કોઈ નહિ હોય, ત્યારે મને બેવફા નીવડીને તેઓ કેવા અપમાનિત થયા હતા તે વાતને વીસરી જશે.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


તે દિવસ આવે ત્યારે તમારામાંનો પ્રત્યેક માણસ પોતાની દ્રાક્ષવાડીઓ અને અંજીરોથી મળેલ શાંતિ અને સલામતીનો ઉપભોગ કરવા પોતાના પડોશીને બોલાવશે.”


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


તેથી દેશની એક સરહદ દાનથી બીજી સરહદ બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલ દેશના લોકોએ જાણ્યું કે શમુએલ ઈશ્વરનો સાચો સંદેશવાહક છે.


Lean sinn:

Sanasan


Sanasan