Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 4:24 - પવિત્ર બાઇબલ C.L.

24 શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે નદીની આ તરફના સર્વ [પ્રદેશ] માં એટલે તિફસાથી તે ગાઝા સુધી નદીની આ તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારેબાજુ શાંતિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કેમ કે નદીની આ બાજુના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી સર્વ રાજાઓ તેને તાબે હતા અને તેની ચારેબાજુ શાંતિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 4:24
15 Iomraidhean Croise  

કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


કોઢમાં ઉછરેલા દસ પુષ્ટ વાછરડા; બીડમાં ઉછરેલા વીસ આખલા, સો ઘેટાં; વળી, સાબર, હરણ કલિયાર અને મરઘાં.


પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી.


પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.


યુફ્રેટિસ નદીથી છેક પલિસ્તીઓના દેશ અને ઇજિપ્તની સરહદ સુધીના સર્વ પ્રદેશ પર તે સર્વોચ્ચ રાજા હતો.


સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.


દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


ઇજિપ્તના રાજાએ ગાઝા પ્રદેશ પર આક્રમણ કર્યું તે પહેલાં પલિસ્તી લોકો વિષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો.


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


યહૂદાના માણસોએ ગાઝા, આશ્કલોન અને એક્રોન તથા તેમની આસપાસના સીમા-પ્રદેશોને જીતી લીધા.


એક દિવસે શિમશોન પલિસ્તીઓના ગાઝા નગરમાં ગયો. ત્યાં તેને એક વેશ્યાનો ભેટો થઈ ગયો અને તેણે તેની સાથે સમાગમ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan