Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 4:20 - પવિત્ર બાઇબલ C.L.

20 યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 યહૂદિયા તથા ઇઝરાયલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા [અગણિત] હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 4:20
20 Iomraidhean Croise  

હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે!


પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”


હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


પણ તમે તો મને વચન આપ્યું હતું કે, હું તારું ભલું કરીશ અને તારાં વંશજો દરિયાની રેતી જેટલાં બનાવીશ કે જેને કોઈ ગણી શકે નહિ.”


તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું.


ઈશ્વરે શલોમોનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગરતટના જેવી વિશાળ સમજ આપ્યાં.


મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.”


હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે.


તેઓ દાવિદ સાથે ત્રણ દિવસ રહ્યા અને ખાઈપીને ઉત્સવ કર્યો.


પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.


તે બોલતો હતો ત્યાં તો ચોથાએ આવીને કહ્યું: “તમારા પુત્રો અને પુત્રીઓ સૌથી મોટા ભાઈના ઘરમાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં.


રાજાની મહત્તા પ્રજાજનોની સંખ્યા પર અવલંબે છે; પ્રજા વિના રાજા હોઈ શકે જ નહિ.


મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે.


પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!”


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


તે દિવસ આવે ત્યારે તમારામાંનો પ્રત્યેક માણસ પોતાની દ્રાક્ષવાડીઓ અને અંજીરોથી મળેલ શાંતિ અને સલામતીનો ઉપભોગ કરવા પોતાના પડોશીને બોલાવશે.”


સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે.


તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.


પછી તે દાવિદને અમાલેકીઓ પાસે લઈ ગયો. પલિસ્તીયા અને યહૂદિયામાં મેળવેલી અઢળક લૂંટને કારણે તેઓ ખાતાપીતા અને મઝા માણતા તે જગ્યાએ વિખેરાયેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan