Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 4:13 - પવિત્ર બાઇબલ C.L.

13 બેન-ગેબેર: રામોથ - ગિલ્યાદ નગર, મનાશ્શાના વંશજ યાઈરના કુટુંબનાં ગિલ્યાદમાં આવેલાં નગરો અને બાશાનમાં આવેલ આર્ગોબનો પ્રદેશ, જેમાં કિલ્લેબંદીવાળાં અને તાંબાના ચાપડાજડિત દરવાજાવાળા કુલ સાઠ મોટાં નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર; વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાનાં નગરો પણ હતાં; એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રાંત, જેમાં કોટવાળાં તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરો હતાં, તે હતો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાસક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 4:13
14 Iomraidhean Croise  

આહાબે પોતાના અધિકારીઓને પૂછયું, “અરામના રાજા પાસેથી ગિલ્યાદમાંનું રામોથ જીતી લેવા આપણે કંઈ જ કર્યું નથી? એ તો આપણું છે!”


દરમ્યાનમાં એલિશા સંદેશવાહકે એક યુવાન સંદેશવાહકને બોલાવીને કહ્યું, “તૈયાર થા અને ગિલ્યાદના રામોથમાં જા. તારી સાથે આ ઓલિવ તેલની કૂપી લઈ જા.


આમ, નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ રાજા સામે વિદ્રોહ કર્યો. યોરામ અને સર્વ ઇઝરાયલીઓ અરામના રાજા હઝાએલ સામે ગિલ્યાદના રામોથનું રક્ષણ કરતા હતા. યુદ્ધમાં ઘવાયો હોવાથી યોરામ તે વખતે યિઝએલમાં હતો. તેથી યેહૂએ પોતાના સાથી અધિકારીઓને કહ્યું, “તમે મને રાજા બનાવવા રાજી હો તો રામોથમાંથી છટકીને જઈને કોઈ યિઝએલના લોકોને ચેતવી ન દે તેની ખાતરી રાખો.”


ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.


સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે.


હે ઉન્‍નત પર્વત બાશાન, હે ઘણાં શિખરોવાળા બાશાન પર્વત!


મનાશ્શાના પુત્ર યાઈરના ગોત્રના લોકોએ આક્રમણ કરી કેટલાંક તંબૂવાળાં ગામડાં કબજે કરી લીધાં. તેમણે તે પ્રદેશનું નામ “યાઈરનાં ગામડાં” એવું પાડયું.


આપણે બાશાનના રાજા ઓગનો સમગ્ર વિસ્તાર, ઉચ્ચપ્રદેશનાં સર્વ નગરો, ગિલ્યાદ અને પૂર્વ દિશામાં સાલખા અને એડ્રેઈ નગરો સુધીનો બાશાનનો પૂરો વિસ્તાર જીતી લીધો.


તે સમયે આપણે બાશાનનું રાજ્ય એટલે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. આપણે તેના સર્વ નગરો જીતી લીધાં; આપણે તેમની પાસેથી જીત્યું ન હોય એવું એક પણ નગર બાકી રહ્યું નહિ; એકંદરે આપણે સાઠ નગરો જીતી લીધાં.


“એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો.


એ નગરો આ પ્રમાણે હતાં: રૂબેનના કુળ માટે રણપ્રદેશના સમતલ પ્રદેશમાં બેસેર નગર, ગાદના કુળ માટે ગિલ્યાદની હદમાં રામોથ નગર અને મન્‍નાશાના કુળ માટે બાશાનની હદમાં ગોલાન નગર.


યર્દનની પૂર્વ તરફ યરીખોની પૂર્વ તરફના રણપ્રદેશના મેદાનમાં તેમણે રૂબેનના કુળપ્રદેશમાં આવેલા બેસેરને, ગાદના કુળપ્રદેશમાં આવેલા ગિલ્યાદમાંના રામોથને અને મનાશ્શાના કુળપ્રદેશમાં આવેલા બાશાનમાંના ગોલાનને પસંદ કર્યા.


ગાદના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: ગિલ્યાદમાંનું રામોથ (આશ્રયનગરોમાંનું એક) તેનાં ગોચર સહિત, મારનાઈમ,


Lean sinn:

Sanasan


Sanasan