Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુને માટે હજી મંદિર બાંધવામાં આવ્યું નહોતું, અને લોકો ભક્તિનાં જુદાં જુદાં ઉચ્ચસ્થાનો પર બલિદાન ચડાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એટલું જ કે લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતાં, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાહના નામનું ભક્તિસ્થાન બાંધવામાં આવ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે સમયે યહોવાનું મંદિર હજી બંધાયુ ન હોવાથી લોકો પોતાના બલિદાનો ટેકરી પરના થાનક પર અર્પણ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:2
17 Iomraidhean Croise  

તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


જો કે આસાએ ભક્તિનાં બધાં જ વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહોતો, પણ તે પોતાના જીવનભર પ્રભુ પ્રત્યે પૂરો નિષ્ઠાવાન રહ્યો.


પોતાના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિમાં જે યોગ્ય હતું તે કર્યું; પણ ભક્તિનાં વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલું રાખ્યું હતું.


યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સુલેહશાંતિ સ્થાપી.


“તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા.


યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી.


જો કે આસાએ દેશમાં પૂજાનાં તમામ ઉચ્ચસ્થાનો દૂર કર્યાં નહોતાં, પણ જીવનભર તેણે પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવી.


જો કે લોકોએ ભક્તિનાં અન્ય ઉચ્ચસ્થાનોએ બલિદાનો ચડાવવાનું ચાલુ રાખ્યું, પણ એ બલિદાનો તેઓ માત્ર પ્રભુને જ ચડાવતા હતા.


વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો.


હું તમારાં ટેકરીઓ પરનાં ભક્તિસ્થાનોનો નાશ કરીશ, તમારી ધૂપવેદીઓ તોડી પાડીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર તમારાં શબ ફેંકીશ. હું તમારો ધિક્કાર કરીશ.


સાવધ રહેજો અને તમારાં દહનબલિ ગમે તે સ્થાને ચડાવશો નહિ.


તેમણે જવાબ આપ્યો, “હા છે. જુઓ, તે તમારી આગળ જ ગયા છે. જલદી જાઓ. તે હમણાં જ નગરમાં આવ્યા છે. કારણ, લોકો આજે પર્વત પરની વેદી પર બલિ ચઢાવવાના છે.


Lean sinn:

Sanasan


Sanasan