Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એક દિવસે રાજા શલોમોન સમક્ષ બે વેશ્યાઓ હાજર થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે સમયે બે સ્ત્રીઓ જે વેશ્યા હતી, તે રાજા પાસે આવીને તેની સંમુખ ઊભી રહી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી બે સ્ત્રીઓ જે ગણિકા હતી તે રાજા પાસે આવીને ઊભી રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:16
10 Iomraidhean Croise  

શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી.


એકે કહ્યું, “હે રાજા, મારા માલિક, હું અને આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. એ જ ઘરમાં મને છોકરો જન્મ્યો.


બીજે દિવસે મોશે લોકોનો ન્યાય કરવા બેઠો અને તેમાં સવારથી સાંજ સુધી રોક્યેલો રહ્યો.


જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.”


ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે.


“તમારી પુત્રીઓને મંદિરની દેવદાસી બનાવી ભ્રષ્ટ કરશો નહિ. એમ કરવાથી તમે અન્ય દેવો તરફ ફરી જશો અને આખો દેશ વેશ્યાગમન કરતો થઈ જશે અને ભ્રષ્ટતાથી ભરપૂર થઈ જશે.


તેમણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ જઈને કહ્યું,


“કોઈપણ ઇઝરાયલી સ્ત્રી કે પુરુષે વિધર્મી મંદિરમાં વેશ્યા બનવું નહિ.


પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી છૂપી રીતે બે જાસૂસો મોકલ્યા અને તેમને કહ્યું, “જાઓ, જઈને કનાન દેશની અને વિશેષે કરીને યરીખો નગરની બાતમી મેળવી લાવો.” તેઓ ત્યાં ગયા અને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


ગિલ્યાદનો યફતા શૂરવીર યોદ્ધો હતો. તે એક વેશ્યાનો પુત્ર હતો. તેનો પિતા ગિલ્યાદ હતો.


Lean sinn:

Sanasan


Sanasan