Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14 અને તારા પિતા દાવિદની માફક તું મને આધીન થઈશ અને મારા નિયમો તથા આજ્ઞાઓ પાળીશ તો હું તને દીર્ઘાયુષ્ય આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તારો પિતા દાઉદ ચાલ્યો, તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગોમાં ચાલશે, તો હું તારું આવરદા વધારીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે, તો હું તને લાંબુ આયુષ્ય આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અને, જો તું તારા પિતાની જેમ માંરે માંગેર્ ચાલશે અને માંરી આજ્ઞાઓ, અને વિધિઓનું પાલન કરશે તો હું તને દીર્ઘાયુ આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:14
25 Iomraidhean Croise  

છતા હું શલોમોન પાસેથી આખું રાજ્ય લઈ લઈશ નહિ, અને તે જીવશે ત્યાં લગી હું તેને સત્તા પર રાખીશ. મારો પસંદ કરેલો સેવક દાવિદ, જેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યાં હતાં તેને લીધે હું એમ કરીશ.


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે.


તે જેમ હાલમાં પાળે છે તેમ મારા સર્વ નિયમો અને આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળવાનું ચાલુ રાખશે તો હું તેનું રાજ્ય કાયમનું કરીશ.’


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. ઈશ્વરના સઘળા નિયમો પાળીને તે તેના પૂર્વજ દાવિદને પગલે ચાલ્યો અને એના માર્ગને દૃઢતાપૂર્વક વળગી રહ્યો.


તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું.


તમે અપાવેલા વિજયથી તેમને બહુમાન મળ્યું છે, તમે તેમને કીર્તિ અને ગૌરવ બક્ષો છો.


હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”


જ્ઞાનના જમણા હાથમાં તારે માટે દીર્ઘાયુષ્ય છે, અને તેના ડાબા હાથમાં સંપત્તિ અને સન્માન છે.


મારું શિક્ષણ તને દીર્ઘાયુષ્ય અને આબાદી બક્ષશે.


તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’


પરંતુ તમારે સાચાં અને અદલ કાટલાં અને માપ રાખવાં; જેથી જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમે દીર્ઘ સમય વાસ કરો.


‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan