Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11-12 તેથી તેમણે તેને કહ્યું, “પોતાને માટે દીર્ઘાયુષ્ય, સમૃદ્ધિ અથવા તારા શત્રુઓના જાન નહિ માગતાં તેં ન્યાયપૂર્વક રાજ કરવા જ્ઞાન માગ્યું હોઈ તારી માગણી હું પૂરી કરીશ. અગાઉ થઈ ગયેલા અથવા હવે પછી થનાર કોઈ માણસ પાસે ન હોય એવાં જ્ઞાન અને સમજણ હું તને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઈશ્વરે તેને કહ્યું, “તેં એવું વરદાન માગ્યું છે, ને પોતાને માટે દીર્ધાયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી. પણ ન્યાય કરવા માટે પોતાને માટે બુદ્ધિ માગી છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી ઈશ્વરે તેને કહ્યું, “તેં યોગ્ય માગણી કરી છે અને પોતાના માટે લાબું આયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:11
10 Iomraidhean Croise  

શલોમોનની એ માગણી પર પ્રભુ પ્રસન્‍ન થઈ ગયા.


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?”


ઈશ્વરે શલોમોનને કહ્યું, “તેં તારા મનથી યોગ્ય પસંદગી કરી છે. તેં નથી માગ્યાં ધનદોલત કે કીર્તિ કે નથી માગ્યા તારા શત્રુઓના જીવ! અરે, તેં તારે માટે દીર્ઘાયુષ્ય પણ માગ્યું નથી; પણ જેમના પર મેં તને રાજા બનાવ્યો છે તે મારા લોક પર શાસન કરવા તેં વિવેકબુદ્ધિ અને જ્ઞાન માગ્યાં છે.


ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.”


માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે.


અને તું? આવા સમયે શું તું તારે પોતાને માટે કોઈ ખાસ આકાંક્ષા રાખે છે? કોઈ અભિલાષા રાખીશ નહિ! કારણ, હું સમગ્ર માનવજાત પર આફત લાવીશ. પણ તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ; તારે માટે એ જ મોટી વાત છે, અને એને તું યુદ્ધમાં મળેલી લૂંટ તૂલ્ય ગણજે.”


વળી, આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માગવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણે માટે વિનવણી કરે છે; અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ.


Lean sinn:

Sanasan


Sanasan