Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇજિપ્તના રાજાની પુત્રી સાથે લગ્ન કરીને શલોમોને તેની સાથે સંબંધ બાંધ્યો. તે પોતાનો મહેલ, પ્રભુનું મંદિર અને યરુશાલેમની ચોતરફ કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાવિદનગરમાં લાવીને રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સુલેમાન મિસરના રાજા ફારુનની સાથે સગપણ બાંધીને ફારુનની દીકરી સાથે પરણ્યો, અને તે પોતાનો મહેલ, યહોવાનું મંદિર તથા યરુશાલેમને ફરતો કોટ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે તેને દાઉદનગરમાં રાખી

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સુલેમાને મિસરના રાજા ફારુનની સાથે સંબંધ બાંધીને તેની દીકરી સાથે લગ્ન કર્યું. તે પોતાનો મહેલ, યહોવાહનું ભક્તિસ્થાન તથા યરુશાલેમની ફરતે દીવાલ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે ફારુનની દીકરીને દાઉદનગરમાં રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાંને મિસરના રાજા ફારુનની સાથે કરાર કર્યો, તેણે તેની પુત્રી સાથે લગ્ન કર્યા. તે તેને દાઉદનગરમાં લઈ આવ્યો. સુલેમાંનનો મહેલ, યહોવાનું મંદિર અને યરૂશાલેમની ફરતી દીવાલ બાંધવામાં આવી, ત્યાં સુધી તે ત્યાં રહીં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:1
17 Iomraidhean Croise  

(પણ દાવિદે તો એમનો સિયોનનો કિલ્લો જીતી લીધો અને તે ‘દાવિદનગર’ તરીકે જાણીતો થયો.)


શલોમોન ઘણી વિદેશી સ્ત્રીઓના મોહમાં પડયો. ઇજિપ્તના રાજાની પુત્રી ઉપરાંત મોઆબી, આમ્મોની, અદોમી અને હિત્તી સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યાં.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.


શલોમોને પોતાને માટે એક મહેલ પણ બાંધ્યો, અને એ બાંધતાં તેને તેર વર્ષ લાગ્યાં.


ન્યાયખંડની પાછળના ચોકમાં શલોમોનને પોતાને રહેવાના ઓરડા અન્ય ખંડો જેવા જ હતા. પોતાની પત્ની, ઇજિપ્તના રાજાની પુત્રી માટે પણ તેણે એવું જ નિવાસસ્થાન બનાવ્યું.


શલોમોન રાજાએ પ્રભુનું મંદિર, તેનો રાજમહેલ અને તેને જે કંઈ બાંધવાની ઇચ્છા હતી તે બધાંનું બાંધકામ પૂરું કર્યું તે પછી,


પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધતાં શલોમોનને વીસ વર્ષ લાગ્યાં.


ઇજિપ્તના રાજાની દીકરી શલોમોનની પત્ની દાવિદનગરમાંથી શલોમોને તેને માટે બાંધેલા મહેલમાં રહેવા ગઈ તે પછી શલોમોને શહેરની પૂર્વગમની જમીનમાં પુરાણ કર્યું.


દાવિદ એ કિલ્લામાં રહેવા ગયો તેથી તે ‘દાવિદનગર’ તરીકે ઓળખાયો.


યહોશાફાટ રાજા ખૂબ સમૃદ્ધ અને ખ્યાતનામ બન્યો ત્યારે તેણે આહાબ રાજાના કુટુંબ સાથે લગ્નસંબંધ બાંધ્યો.


શલોમોને પોતાની પત્ની, ઇજિપ્તના રાજા ફેરોની દીકરીને દાવિદનગરમાંથી તેને માટે બાંધેલા નગરમાં રહેવા મોકલી. તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાવિદના રાજમહેલમાં તે રહી શકે નહિ, કારણ, જ્યાં પ્રભુનો કરારકોશ રખાયો છે તે જગ્યા પવિત્ર છે.”


તેમણે અમને આ પ્રમાણે જવાબ આપ્યો: ‘અમે આકાશ અને પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ અને ઘણાં વર્ષો પૂર્વે ઇઝરાયલના એક મહાન રાજાએ જે મંદિર બંધાવેલું તેનું અમે ફરીથી બાંધકામ કરીએ છીએ.


તો પછી અમે કેવી રીતે તમારી આજ્ઞાઓ ઉથાપીને આ દુષ્ટ લોકો સાથે લગ્નસંબંધ બાંધી શકીએ? જો અમે એમ કરીએ તો તમે અતિશય કોપાયમાન થઈને અમારો એવો વિનાશ કરશો કે કોઈ બચી જઈને બાકી રહે નહિ.


તેમની ત્રીજી પેઢીનાં સંતાન પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે.


Lean sinn:

Sanasan


Sanasan