Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચાર સો જણને ભેગા કરીને તેમને પૂછ્યું, “હું યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરું કે પાછો રહું?” તેઓએ તેને કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોપશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચારસો માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, “શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરું કે ના કરું?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?” તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:6
22 Iomraidhean Croise  

“પોતાના પર બોજ હળવો કરવાની માગણી કરનાર આ લોકોને હું શું કહું? એ વિષે તમારી શી સલાહ છે?”


હવે સર્વ લોકો મને ર્કામેલ પર્વત પર મળે એવો હુકમ કરો. ઇઝબેલ રાણી જેમનું પાલનપોષણ કરે છે તે બઆલના ચારસો પચાસ સંદેશવાહકો અને અશેરા દેવીના ચારસો સંદેશવાહકોને પણ બોલાવી લાવજો.”


તેથી આહાબે સર્વ ઇઝરાયલીઓને અને બઆલના સંદેશવાહકોને ર્કામેલ પર્વત પર એકઠા કર્યા.


બન્‍ને રાજાઓ તેમના રાજવી પોષાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજાની બહાર ખળાના ખુલ્લા મેદાન પર તેમનાં રાજ્યાસન પર બેઠા હતા, અને તેમની આગળ સર્વ સંદેશવાહકો ભવિષ્ય ભાખતા હતા.


તે આહાબ રાજા આગળ હાજર થયો એટલે રાજાએ તેને પૂછયું, “મિખાયા, રાજા યહોશાફાટ અને હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ કે નહિ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, ચડાઈ કરો, તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”


પણ પ્રથમ આપણે પ્રભુની સલાહ પૂછવી જોઈએ.”


બઆલના સર્વ સંદેશવાહકો, તેના સર્વ ઉપાસકો અને તેના સર્વ યજ્ઞકારોને એકઠા કરો. કોઈ રહી જાય નહિ, હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું અને જે કોઈ હાજર નહિ રહે તે માર્યો જશે.” (આ તો યેહૂની યુક્તિ હતી. એ દ્વારા તે બઆલના બધા ઉપાસકોને મારી નાખવા માગતો હતો.)


એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારી સાથે તમારે શી લેવાદેવા છે? તમારાં માતપિતા જેમને પૂછવા જતાં હતાં એ સંદેશવાહકોને જઈને પૂછો.” યોરામે જવાબ આપ્યો, “ના, ના, પ્રભુએ જ અમને ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”


મિખાયા આહાબ રાજા સમક્ષ હાજર થયો એટલે તેણે તેને પૂછયું, “મિખાયા, હું અને યહોશાફાટ રાજા ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, જાઓ ચડાઈ કરો અને વિજય પામો. પ્રભુ તમને તે સ્વાધીન કરી દેશે.”


શું તું એમ માને છે કે તારા દેશનો નાશ કરવા મેં પ્રભુની મદદ વિના તારા પર ચડાઈ કરી છે. પ્રભુએ પોતે મને આ દેશ પર ચડાઈ કરી તેનો નાશ કરવા કહ્યું છે.”


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.


જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે.


એવો સમય આવશે કે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ, પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેમના કાનની ખંજવાળ મટાડે તેવા શિક્ષકોનાં ટોળાં ભેગાં કરશે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan