Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:53 - પવિત્ર બાઇબલ C.L.

53 તેણે બઆલની સેવાભક્તિ કરી અને તેના પિતાની જેમ તેણે પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ક્રોધ ચઢાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 અને તેના પિતાએ જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે બાલની સેવા કરી, ને તેની ભક્તિ કરી, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 તેણે તેના પિતાએ જે કર્યું હતું તે પ્રમાણે બઆલની પૂજા કરી અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 તેણે તેના પિતા જેવું આચરણ કર્યું અને દેવ બઆલની પૂજા કરીને ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:53
14 Iomraidhean Croise  

યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


બાશાએ પ્રભુની વિરુદ્ધ કરેલાં પાપોને લીધે સંદેશવાહક યેહૂ દ્વારા બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ પ્રભુનો એ સંદેશો આવ્યો હતો. તેણે યરોબામની જેમ મૂર્તિઓની પૂજા કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વળી, તેણે યરોબામ રાજાના આખા કુટુંબનો સંહાર કર્યો તેથી તેના પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો.


(ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.


“આહાબ મારી આગળ કેવો દીન બની ગયો છે તે તેં નિહાળ્યું? તે દીન બની ગયો હોઈ હું તેની હયાતીમાં આપત્તિ નહિ લાવું; પણ તેના પુત્રની હયાતીમાં આહાબના કુટુંબ પર આપત્તિ લાવીશ.”


ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.


તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. છતાં તે તેના પિતા આહાબ કે તેની માતા ઇઝબેલ જેટલો દુષ્ટ નહોતો; કારણ, બઆલની પૂજા માટે તેના પિતાએ બનાવેલી પ્રતિમા તેણે તોડી પાડી.


તેની પત્ની આહાબની પુત્રી હતી અને આહાબના કુટુંબની જેમ તેણે ઇઝરાયલના રાજાઓનું અનુસરણ કર્યું અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


એક સમયે યહોશાફાટ રાજાએ ઇઝરાયલના દુરાચારી રાજા અહાઝયા સાથે રાજસંબંધો બાંયા હતા.


પોતાનાં કાર્યોથી તેમણે ઈશ્વરને કોપાયમાન કર્યા; તેથી તેઓમાં મરકી ફાટી નીકળી.


તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે.


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan