Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:43 - પવિત્ર બાઇબલ C.L.

43 પોતાના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિમાં જે યોગ્ય હતું તે કર્યું; પણ ભક્તિનાં વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલું રાખ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તે પોતાના પિતા આસાના પૂરેપૂરા માર્ગે‍ ચાલ્યો, તેમાંથી આડો કે અવળો ન જતાં તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહિ. હજુ લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા ને ધૂપ બાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેમાંથી ચલિત ન થતાં તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. જોકે, ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહોતાં. લોકો હજી તેમાં યજ્ઞ કરતા અને ધૂપ બાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માંગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાને જે સારું લાગ્યું તે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:43
25 Iomraidhean Croise  

તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


આસાએ તેના પૂર્વજ દાવિદની જેમ પ્રભુને પસંદ પડે તેવાં કામો જ કર્યાં.


જો કે આસાએ ભક્તિનાં બધાં જ વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહોતો, પણ તે પોતાના જીવનભર પ્રભુ પ્રત્યે પૂરો નિષ્ઠાવાન રહ્યો.


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


તે વખતે તે પાંત્રીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું; તે શિલ્હીની પુત્રી હતી.


પ્રભુને માટે હજી મંદિર બાંધવામાં આવ્યું નહોતું, અને લોકો ભક્તિનાં જુદાં જુદાં ઉચ્ચસ્થાનો પર બલિદાન ચડાવતા હતા.


છતાં પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહિ, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું.


મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી?


આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


જો કે આસાએ દેશમાં પૂજાનાં તમામ ઉચ્ચસ્થાનો દૂર કર્યાં નહોતાં, પણ જીવનભર તેણે પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવી.


ઓદેદના પુત્ર અઝાર્યાનો સંદેશ સાંભળીને આસાને પ્રોત્સાહન મળ્યું. તેણે યહૂદિયામાંથી, બિન્યામીનમાંથી અને એફ્રાઈમના પહાડી પ્રદેશનાં નગરોમાંથી કબજે કરેલી સઘળી મૂર્તિઓ દૂર કરી. વળી, તેણે પ્રભુના મંદિરના ચોક આગળની પ્રભુની વેદી સમરાવી.


હું કશી અધમ બાબતોને મારી દષ્ટિ સમક્ષ રાખીશ નહિ. ઈશ્વરનિષ્ઠાથી વિમુખ થનારનાં કાર્યો હું ધિક્કારું છું; તેમની સાથે મારે કોઈ સબંધ નથી.


જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


પ્રભુ પર ભરોસો રાખનારને ધન્ય છે; એવો માણસ મૂર્તિઓ તરફ વળી જતો નથી, અને જૂઠા દેવોના ઉપાસકો સાથે ભળી જતો નથી.


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે.


તારા યેયથી જમણી કે ડાબી તરફ લેશમાત્ર ફંટાતો નહિ, અને તારાં પગલાં ભ્રષ્ટતાથી દૂર રાખ.


Lean sinn:

Sanasan


Sanasan