Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એટલે આહાબે યહોશાફાટને પૂછયું, “રામોથ પર ચડાઈ કરવા તમે મારી સાથે આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “તમે જતા હોય તો હું તૈયાર છું, અને એ જ રીતે મારા સૈનિકો અને અશ્વદળ પણ તૈયાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને પૂછ્યું, “શું તમે યુદ્ધ કરવા માટે મારી સાથે રામોદ-ગિલ્યાદ આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “જેવા તમે છો તેવો હું છું. જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી તેણે યહોશાફાટને કહ્યું, “શું તમે યુદ્ધમાં મારી સાથે રામોથ ગિલ્યાદ પર હુમલો કરવા આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને જવાબ આપ્યો, “તારા જેવો જ હું છું, જેવા તારા લોકો તેવા મારા લોકો અને જેવા તારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી યહોશાફાટ તરફ ફરીને તેણે કહ્યું, “તમે રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા માંરી સાથે આવશો?” યહોશાફાટે ઇસ્રાએલના રાજાને જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી. માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે. માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:4
13 Iomraidhean Croise  

પછી ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદિયાનો રાજા યહોશાફાટ ગિલ્યાદમાંના રામોથ નગર પર ચડાઈ કરવા ગયા.


પણ પ્રથમ આપણે પ્રભુની સલાહ પૂછવી જોઈએ.”


બેન-ગેબેર: રામોથ - ગિલ્યાદ નગર, મનાશ્શાના વંશજ યાઈરના કુટુંબનાં ગિલ્યાદમાં આવેલાં નગરો અને બાશાનમાં આવેલ આર્ગોબનો પ્રદેશ, જેમાં કિલ્લેબંદીવાળાં અને તાંબાના ચાપડાજડિત દરવાજાવાળા કુલ સાઠ મોટાં નગરો.


તેણે યહૂદિયાના રાજા યહોશાફાટ પર સંદેશો મોકલ્યો: “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે; તેની સામે લડાઈ કરવામાં તમે મારી સાથે જોડાશો?” યહોશાફાટ રાજાએ જવાબ આપ્યો, “હું જોડાઈશ. હું તમારા પક્ષમાં છું અને એ જ પ્રમાણે મારા માણસો અને મારા ઘોડા પણ તમારા પક્ષમાં જ છે. આપણે કયે માર્ગે હુમલો કરીશું?”


તેણે પૂછયું, “તમે મારી સાથે ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરવા આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી અને મારા લોકો તે તમારા લોકો જ છે. અમે તમારી સાથે જોડાઈશું.”


હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે.


જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.


છેતરાશો નહિ! દુષ્ટ સોબત સારા ચારિયને બગાડે છે.


અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો.


કારણ, જે કોઈ તેને શુભેચ્છા પાઠવે છે તે તેનાં દુષ્ટ કાર્યોનો ભાગીદાર બને છે.


જે વિજય પ્રાપ્ત કરશે અને મને ગમતાં કાર્યો અંત સુધી કરશે તેને હું જે અધિકાર મારા પિતાએ મને આપ્યો છે તે જ અધિકાર આપીશ. એટલે કે હું તેમને પ્રજાઓ પર લોખંડી રાજદંડથી શાસન કરવા અને માટીના પાત્રની જેમ તેમના ટુકડેટુકડા કરી નાખવાનો અધિકાર આપીશ. વળી, હું તેમને પ્રભાતનો તેજસ્વી તારો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan