Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેઓમાંથી કનાનાના પુત્ર સિંદકિયાએ લોઢાના શિંગ બનાવી આહાબને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘આના વડે તમે અરામીઓ સાથે લડીને તેમને ખતમ કરી નાખશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને કનાનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:11
20 Iomraidhean Croise  

બધા સંદેશવાહકોએ પણ એમ જ કહ્યું, “રામોથ પર ચડાઈ કરો, અને તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”


પછી સંદેશવાહક સિદકિયાએ મિખાયા પાસે જઈને તેના મોં પર લપડાક મારીને પૂછયું, “પ્રભુના આત્માએ મારી પાસેથી નીકળીને તારી સાથે ક્યારે વાત કરી?”


સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


‘મને સ્વપ્ન આવ્યું છે,’ ‘મને સ્વપ્ન આવ્યું છે,’ એમ કહીને મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકોને મેં સાંભળ્યા છે.*


પ્રભુએ પોતે આ સંદેશ કહ્યો છે, એવા દાવા સાથે પોતાનો સંદેશો પ્રગટ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું.


પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “તું તારે માટે ઝૂંસરી અને ચામડાની વાધરી બનાવ અને તે ઝૂંસરી તારી ગરદન પર મૂક;


કોલાયાનો પુત્ર આહાબ અને માસૈયાનો પુત્ર સિદકિયા જેઓ મારે નામે તમને જૂઠો સંદેશ પ્રગટ કરે છે તેમને વિષે હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહું છું; કે સાચે જ હું તમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના કબજામાં સોંપી દઈશ. તે તેમને તમારી નજર સામે જ મારી નાખશે.


મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.”


તે તો પ્રથમજનિત પ્રતાપી આખલો છે; તેનાં શિંગડાં જંગલી સાંઢનાં શિંગડાં જેવા શક્તિશાળી છે; તે વડે તે લોકોને ધકેલી દેશે; તેમને પૃથ્વીની સીમાઓ સુધી હાંકી કાઢશે. એફ્રાઈમ કુળના દશ હજાર અને મનાશ્શા કુળના હજાર એવા બળવાન છે.”


જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસ મોશેની વિરુદ્ધ થયા હતા તેવી જ રીતે આવા માણસો સત્યનો વિરોધ કરે છે. તેઓ ભ્રષ્ટ મનના અને વિશ્વાસમાં નિષ્ફળ ગયેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan