Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:10 - પવિત્ર બાઇબલ C.L.

10 બન્‍ને રાજાઓ તેમના રાજવી પોષાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજાની બહાર ખળાના ખુલ્લા મેદાન પર તેમનાં રાજ્યાસન પર બેઠા હતા, અને તેમની આગળ સર્વ સંદેશવાહકો ભવિષ્ય ભાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના મોખરે ખુલ્લા મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠેલા હતા.અને સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના આગળ ખુલ્લાં મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠા હતા. સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સમરૂનના દરવાજા પાસે સિંહાસનો પર બેઠા હતા. તેઓએ રાજાનો પોષાક પહેર્યો હતો અને તેમની સામે બધા પ્રબોધકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:10
13 Iomraidhean Croise  

બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


આહાબે યહોશાફાટને કહ્યું, “આપણે યુદ્ધમાં જઈએ ત્યારે હું તો વેશપલટો કરીને છુપાવેશે રહીશ, પણ તમે તમારો રાજપોશાક પહેરજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપાવેશે ગયો.


તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


પછી આહાબે દરબારના એક અધિકારીને મિખાયાને તાત્કાલિક બોલાવી લાવવા આદેશ આપ્યો.


ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.


તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે.


પણ તમે આકાશમાં ધન એકઠું કરો કે જ્યાં કીડા કે કાટ નાશ કરી શક્તા નથી અને લૂંટારાઓ લૂંટી શક્તા નથી.


નિયત દિવસે રાજદ્વારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્યાસન પર બિરાજીને જનતાજોગ પ્રવચન કર્યું.


બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ભારે દબદબા સહિત આવ્યાં અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યાં. ફેસ્તસે હુકમ કર્યો એટલે પાઉલને લાવવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan