Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઇઝબેલે કહ્યું, એમ? તો તમે રાજા છો કે નહિ? પથારીમાંથી ઊભા થાઓ અને ખુશ થઈ ખાઓ. હું તમને નાબોથની દ્રાક્ષવાડી અપાવીશ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેની પત્ની ઇઝબેલે તેને કહ્યું “તમે ઇઝરાયલનું રાજ ચલાવો છો કે નહિ? ઊઠો, ને રોટલી ખાઓ, ને મનમાં મગ્ન થાઓ; હું તમને યિઝ્‍એલી નાબોથની દ્રાક્ષાવાડી આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી તેની પત્ની ઇઝબેલે પ્રત્યુત્તર આપ્યો, “તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહિ? ઊઠ અને ખા. હૃદયમાં આનંદિત થા. યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડી હું તને અપાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારે તેની પત્ની ઈઝેબેલે કહ્યું, “તમે તે ઇસ્રાએલના રાજા છો કે કોણ છો? ચાલો, ઊઠો, ખાઈ લો, એટલે સારું લાગશે. યિઝએલીના નાબોથની દ્રાક્ષાવાડી હું તમને અપાવીશ!”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:7
14 Iomraidhean Croise  

યોનાદાબે આમ્નોનને પૂછયું, “રાજકુંવર, તું રોજ રોજ સુક્તો કેમ જાય છે? મને કહે તો ખરો.” તેણે જવાબ આપ્યો, “હું મારા સાવકા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડયો છું.”


તેણે જવાબ આપ્યો, “નાબાથે મને જે કહ્યું તેને લીધે; મેં તેને તેની દ્રાક્ષવાડી વેચાતી આપવા કહ્યું અને તેની ઇચ્છા હોય તો તેને બદલે બીજી દ્રાક્ષવાડી આપવા જણાવ્યું. પણ તેણે કહ્યું કે તે તે દ્રાક્ષાવાડી વેચી શકે તેમ નથી.”


ગરદન ફુલાવી ચાલતો કૂકડો, અથવા બકરો, પ્રજાની આગળ દમામભેર ચાલતો રાજા.


પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું.


રાજાનો શબ્દ સર્વોપરી હોય છે. તમે આ શું કરો છો એવું તેને કોણ કહી શકે?


શું ઘોડા ખડક પર દોડી શકે? શું બળદોથી દરિયાને ખેડી શકાય? છતાં તમે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં અને સત્યને જૂઠમાં ફેરવી નાખ્યાં છે.


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


તેથી બે માણસોએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ તેને કહ્યું, “મારું માનો તો રાત અહીં જ ગાળો અને તમારા દિલને ખુશ કરો.”


બોઆઝ ખાઈપી રહ્યો અને તે ખુશમિજાજમાં હતો. પછી તે જવના ઢગલા પાસે જઈ ઊંઘી ગયો. રૂથ ધીરેથી ગઈ અને બોઆઝના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ ગઈ.


તે તમારાં ઉત્તમ ખેતરો, દ્રાક્ષવાડીઓ અને ઓલિવનાં ઉપવનો લઈ લેશે અને તેના અધિકારીઓને આપશે.


પછી ઈઝરાયલના સર્વ આગેવાનો એકત્ર થઈને રામામાં શમુએલ પાસે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan