Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:3 - પવિત્ર બાઇબલ C.L.

3 નાબોથે જવાબ આપ્યો, “પ્રભુ સમક્ષ હું એવું અઘોર કામ શી રીતે કરું? એ વાડી તો મારા પૂર્વજો પાસેથી મને વારસામાં મળેલી છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને નાબોથે આહાબને કહ્યું, “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ નાબોથે તેને જવાબ આપ્યો, “મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવાહ થવા દો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ નાબોથે જવાબ આપ્યો, “માંરા પૂર્વજોની જમીન હું તમને આપું તે માંટે યહોવાનો નિષેધ છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:3
22 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.”


તેમણે તેને જવાબ આપ્યો, “શું કહો છો, સાહેબ? અમે તમારા દાસો તો એવું કરવાનો વિચાર સરખોય શા માટે કરીએ?


તેણે કહ્યું, “ઈશ્વરને સમક્ષ રાખીને હું એ પીઉં એવું તે ન થવા દો. એ તો પોતાના જાન જોખમમાં નાખનાર આ માણસોનું રક્ત પીવા બરાબર છો!” એમ તેણે તે પાણી પીવાની ના પાડી. ત્રણ શૂરવીર યોદ્ધાઓનાં એ પરાક્રમ છે.


ઈશ્વર એવું થવા ન દો કે હું તમને સાચા ઠરાવું, એથી ઊલટું, હું નિર્દોષ છું એવા મારા દાવાને મરતાં સુધી વળગી રહીશ.


વળી, રાજર્ક્તાએ નાગરિકોમાંથી કોઈની પણ મિલક્ત લઈને તેમને જમીનવિહોણા કરી દેવા નહિ. તેણે તો પોતાની જમીનમાંથી જ પોતાના પુત્રોને જમીન આપવી, જેથી મારા લોકોની જમીન પોતપોતાના કુળપ્રદેશમાંથી વેરવિખેર થઈ જાય નહિ.”


“તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.


આ વ્યવસ્થાથી ઇઝરાયલનાં કુળોનો વારસો જે તે કુળમાં જ રહેશે; એક કુળનો વારસો બીજા કુળમાં જવા પામશે નહિ.”


એમ એક કુળમાંથી વારસો બીજા કુળમાં ન જતાં દરેક કુળનો વારસો તે જ કુળમાં રહેશે.”


આમ કરવા જતાં વિશ્વાસને મહત્ત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નિરર્થક જાહેર કરીએ છીએ? ના, એવું નથી. હકીક્તમાં તો અમે નિયમશાસ્ત્રનું સમર્થન કરીએ છીએ.


ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે.


ના, એવું નથી. જો ઈશ્વર ન્યાયી ન હોય, તો તેઓ દુનિયાનો ન્યાય કેવી રીતે કરે?


તેથી શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તેથી પાપ કર્યા કરીએ? ના, કદી નહિ.


ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ?


તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે.


તો પછી આપણે શું કહીશું? શું નિયમશાસ્ત્ર પાપી છે? ના, એવું નથી. પણ પાપ શું છે એનું ભાન મને નિયમથી થયું. જો નિયમશાસ્ત્રે એમ કહ્યું ન હોત કે, “લોભ ન રાખ,” તો લોભ રાખવો એટલે શું તે મેં જાણ્યું ન હોત.


તમે જાણો છો કે તમારાં શરીરો ખ્રિસ્તના શરીરના અવયવો છે. તો શું હું ખ્રિસ્તના શરીરના અવયવોને વેશ્યા સાથે જોડી શકું? ના, કદી નહિ!


હું પોતે તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ વિષે જ ગર્વ કરીશ. કારણ, તેમના ક્રૂસને લીધે દુનિયા મારે મન મરેલી છે અને હું દુનિયાને મન મરેલો છું.


અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.”


લોકોએ જવાબ આપ્યો, “અમે પ્રભુનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરીએ એવું ન થાઓ.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


તેથી તેને કંઈપણ ઈજા કરવાથી પ્રભુ મને બચાવો. તે પ્રભુ દ્વારા પસંદ કરાયેલ અભિષિક્ત રાજા હોવાથી મારે તેને કંઈ નુક્સાન કરવું જોઈએ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan