Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:25 - પવિત્ર બાઇબલ C.L.

25 (ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 (પણ આહાબ જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવાને માટે પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમર્પિત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:25
26 Iomraidhean Croise  

ઓમ્રીએ તેના સર્વ પુરોગામીઓ કરતાં પ્રભુ વિરુદ્ધ વિશેષ પાપ કર્યું.


એલિયાએ જવાબ આપ્યો, “આફત ઉતારનાર હું નહિ, પણ તમે અને તમારા પિતા છો. તમે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરો છો અને બઆલની મૂર્તિઓની પૂજા કરો છો.


અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે.


ઇઝબેલે કહ્યું, એમ? તો તમે રાજા છો કે નહિ? પથારીમાંથી ઊભા થાઓ અને ખુશ થઈ ખાઓ. હું તમને નાબોથની દ્રાક્ષવાડી અપાવીશ!”


ઇઝરાયલને પાપમાં પાડનાર તેના પિતા આહાબ, માતા ઇઝબેલ અને નબાટના પુત્ર યરોબામનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેણે બઆલની સેવાભક્તિ કરી અને તેના પિતાની જેમ તેણે પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ક્રોધ ચઢાવ્યો.


તેમણે વિધર્મી દેવોને પોતાના પુત્રો અને પુત્રીઓનાં દહનબલિ ચઢાવ્યાં; તેમણે પ્રેતાત્માના માયમનો અને ભવિષ્યવેત્તાઓનો પરામર્શ કર્યો, અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણના ગુલામ બની ગયા અને એમ તેમનો કોપ વહોરી લીધો.


મોશેના સમગ્ર નિયમનું પાલન કરીને પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રભુની સેવા કરી હોય એવો તેના જેવો રાજા તેની પહેલાં કે તેના પછી થયો નથી.


યોરામે પૂછયું, “તમે સુલેહશાંતિથી આવ્યા છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારી મા ઇઝબેલે ચાલુ કરેલ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા ચાલુ હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય.”


મહેલમાં પ્રવેશી તેણે ભોજન લીધું. પછી તેણે કહ્યું, “પેલી દુષ્ટ સ્ત્રીને લઈ જઈને દફનાવો; છેવટે તો તે રાજાની પુત્રી છે.”


મેં તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓએ જ શલોમોન રાજાને પાપમાં પાડયો હતો. બીજાં રાજ્યોના કોઈપણ રાજા કરતાં પણ એ તો મહાન રાજા હતો. પ્રભુ તેના પર પ્રેમ કરતા હતા અને તેને સમસ્ત ઇઝરાયલનો રાજા બનાવ્યો, અને છતાં તે આ પાપમાં પડયો.


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


વ્યભિચારી સ્ત્રીનું મુખ ઊંડા ખાડા સમાન છે; જેના પર પ્રભુનો કોપ હોય તે જ તેમાં પડે છે.


મને સમજાયું કે સ્ત્રીની ફસામણી મૃત્યુથી યે વધુ ક્રૂર છે. તેનું હૃદય જાળરૂપ છે અને તેના હાથ બેડીઓ સમાન છે. જે કોઈ ઈશ્વરને પ્રસન્‍ન કરે છે તે તેનાથી બચી જશે, પણ પાપી તેનાથી પકડાઈ જશે.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “તમે વિનામૂલ્ય ગુલામ તરીકે વેચાયા હતા. તેથી તમે વિનામૂલ્યે છોડાવી લેવાશો.


પણ વિશ્વાસ નહિ કરનાર યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેર્યા અને તેમની લાગણીઓ ભાઈઓની વિરુદ્ધ ફેરવી નાખી.


એ રીતે તેમણે લોકોને, આગેવાનોને અને નિયમશાસ્ત્રના શિક્ષકોને ઉશ્કેર્યા. તેઓ સ્તેફન તરફ ધસી ગયા અને તેને પકડીને ન્યાયસભા સમક્ષ લઈ ગયા.


તમારી સમજવાની નિર્બળતાને કારણે હું માનવી ભાષા વાપરું છું. એક સમયે તમે તમારી જાતને દુષ્ટ હેતુને માટે સંપૂર્ણ રીતે અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપી દીધી હતી. હવે, તે જ રીતે પવિત્ર હેતુને માટે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે સદાચારને સોંપી દો.


આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું.


પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે.


Lean sinn:

Sanasan


Sanasan