Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તેથી પ્રભુ તમને કહે છે, ‘હું તારા પર આપત્તિ લાવીશ. હું તારું નિકંદન કાઢી નાખીશ અને તારા કુટુંબના નાના કે મોટા પ્રત્યેક પુરુષનો મારી આગળથી નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જો, હું તારા પર આપત્તિ લાવીશ, ને તારો છેક વિનાશ કરીશ, અને હું આહાબના દરેક પુત્રનો, ઇઝરાયલમાંના દરેક બંદીવાનનો તેમ જ છૂટા રહેલાનો, નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 યહોવાહ કહે છે કે, ‘જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 હવે યહોવા કહે છે, ‘હું તારે માંથે આફત ઊતારીશ, હું તારા કુટુંબનો નાશ કરીશ. ઇસ્રાએલમાંના તારા એકેએક વંશજને ધરતીના પડ પરથી નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:21
15 Iomraidhean Croise  

એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ.


યરોબામે પોતે પાપ કરીને અને ઇઝરાયલ પાસે પાપ કરાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા તેને લીધે એ બધું બન્યું.


અને મેં યરોબામના સંબંધમાં કર્યું તેમ હું તારું અને તારા કુટુંબનું નિકંદન કાઢી નાખીશ.


તેણે કહ્યું, “આવીને જો કે હું પ્રભુ પ્રત્યે કેવો નિષ્ઠાવાન છું.” એટલે તેઓ બન્‍ને સવારી કરીને સમરૂનમાં ગયા. ત્યાં પહોંચ્યા એટલે યેહૂએ આહાબના બાકીના બધા સંબંધીઓને મારી નાખ્યા અને કોઈને જવા દીધો નહિ. પ્રભુએ એલિયા દ્વારા જે કહ્યું હતું તે તેમ પૂરું થયું.


પ્રભુએ યેહૂને કહ્યું, “મારી દૃષ્ટિએ યોગ્ય છે તેનો અમલ કરીને તેં મારા મનની ઇચ્છા પ્રમાણે આહાબના રાજકુટુંબનો ઉચ્છેદ કર્યો હોઈ તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલમાં રાજા બનશે.”


પ્રભુએ ઇઝરાયલની કરુણ દશા જોઈ અને તેમની મદદ કરવા માટે કોઈ પુરુષ નહોતો;


મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ.


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.


સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”


તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.”


Lean sinn:

Sanasan


Sanasan