Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તેને તું આમ કહે જે કે યહોવા કહે છે કે, તેં ખૂન કરીને કબજો પણ લીધો છે?’ વળી તું તેને કહે જે કે, યહોવા એમ કહે છે કે, જ્યાં કૂતરાંએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગામાં કૂતરાં તારું, હા, તારું રક્ત ચાટશે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:19
23 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે તેને પૂછયું, “તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી, તેનું ફળ શું તેં ખાધું છે?”


વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ.


તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી.


સમરૂનના જળાશયમાં તેનો રથ ધોવામાં આવ્યો. પ્રભુના સંદેશ મુજબ ત્યાં કૂતરાંએ તેનું રક્ત ચાટયું અને વેશ્યાઓએ તેમાં સ્નાન કર્યું.


આથી સાબિત થાય છે કે આહાબના વંશજો વિષે પ્રભુએ જે કહ્યું છે તે બધું તે નક્કી સાચું પાડશે. કારણ, પ્રભુ પોતાના સંદેશવાહક એલિયા મારફતે જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”


યેહૂનો પત્ર મળ્યો એટલે સમરૂનના આગેવાનોએ આહાબના સિત્તેરેય વંશજોને મારી નાખ્યા અને તેમનાં માથાં ટોપલીઓમાં મૂકી તેમને યેહૂ પાસે યિઝએલ મોકલ્યાં.


અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.”


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


જો તેની ઊપજ વળતર આપ્યા વગર ખાધી હોય, અને ભાગે ખેતી કરનારાઓને ભૂખે મરવા દીધા હોય;


જેથી તમે તેમના રક્તમાં પગ ખૂંદીને ચાલી શકો, અને તમારા કૂતરાઓની જીભોને વૈરીઓનું રક્ત ચાટી ખાવા મળે.”


હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો;


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


તેથી યર્મિયાએ આ સંદેશ યરુશાલેમમાં સિદકિયા રાજાને આપ્યો.


વળી, રાજર્ક્તાએ નાગરિકોમાંથી કોઈની પણ મિલક્ત લઈને તેમને જમીનવિહોણા કરી દેવા નહિ. તેણે તો પોતાની જમીનમાંથી જ પોતાના પુત્રોને જમીન આપવી, જેથી મારા લોકોની જમીન પોતપોતાના કુળપ્રદેશમાંથી વેરવિખેર થઈ જાય નહિ.”


તમારું આવી બન્યું છે! તમે રક્તપાતથી નગરનો પાયો નાખ્યો છે અને અન્યાયથી તેને બાંધ્યું છે.


તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan