Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:7 - પવિત્ર બાઇબલ C.L.

7 આહાબ રાજાએ દેશના બધા આગેવાનોને બોલાવડાવ્યા અને તેમને કહ્યું, “તમે જુઓ છો ને કે આ માણસ આપણને ખેદાનમેદાન કરી નાખવા માગે છે. તેણે મારી પત્નીઓ, મારાં સંતાનો અને મારું સોનુંચાંદી માગતો સંદેશો મારા પર મોકલ્યો અને હું કબૂલ થયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે ઇઝરાયલના રાજાએ દેશના સર્વ વડીલોને બોલાવીને કહ્યું, “કૃપા કરીને આ ધ્યાનમાં લો, ને જુઓ કે, આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે, કેમ કે તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારા છોકરાં, મારું રૂપું તથા મારું સોનું માગ્યા, અને મેં તેને ના પાડી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી ઇઝરાયલના રાજાએ દેશનાં સર્વ વડીલોને બોલાવીને એકત્ર કરીને કહ્યું, “કૃપા કરીને આ ધ્યાનમાં લો અને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે. તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારાં બાળકો, મારું સોનું તથા ચાંદી માગ્યાં અને મેં તેને ના પાડી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઇસ્રાએલના રાજાએ દેશના બધા વડીલોને તથા પ્રદેશના અગ્રણીઓને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “જોયું ને! આ માંણસ મને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે! એણે માંરી પાસે માંરી સ્રીઓ, બાળકો, સોનું અને ચાંદી માંગ્યાં અને મેં ના નહોતી પાડી.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:7
18 Iomraidhean Croise  

હવે મારા અમલદારો તારા રાજમહેલમાં અને તારા અમલદારોનાં ઘરમાં શોધ ચલાવશે અને તેમને મૂલ્યવાન લાગતી બધી વસ્તુઓ લઈ લેશે. આવતી કાલે આ સમયે તેઓ ત્યાં આવશે.”


આગેવાનોએ અને લોકોએ કહ્યું, “તેનું કંઈ સાંભળશો નહિ કે તેને તાબે થશો નહિ.”


પછી તેણે પત્ર લખી આહાબના સહી-સિક્કા કરાવી તેમને અધિકારીઓ અને યિઝ્રએલના અગ્રણી નાગરિકો પર મોકલી આપ્યા.


પછી શલોમોન રાજાએ દાવિદના નગર સિયોનમાંથી પ્રભુની કરારપેટી મંદિરમાં લાવવા માટે ઇઝરાયલનાં બધાં કુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં બોલાવ્યા.


ઇઝરાયલના રાજાએ પત્ર વાંચીને હતાશામાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને બોલી ઊઠયો, “અરામનો રાજા મારી પાસે આ માણસને સાજો કરાવવાની શી રીતે અપેક્ષા રાખે છે? હું તે કંઈ મારનાર કે જીવાડનાર ઈશ્વર છું? દેખીતી રીતે જ તે મારી સાથે લડવાનું નિમિત્ત શોધે છે!”


દાવિદે સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ એટલે સર્વ આગેવાનો સાથે મંત્રણા કરી.


દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા.


એવા દુષ્ટો ઉપદ્રવી યોજનાઓનો ગર્ભ ધરે છે અને દુષ્ટતાને જન્મ આપે છે અને એમ, તેમનાં હૃદય કપટરૂપી ગર્ભ પોષે છે.”


કારણ, તેઓ તેમના હૃદયમાં ભુંડું કરવાનું જ વિચારે છે; વળી, તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.


તે પોતાના બિછાના પર હાનિકારક પ્રપંચ યોજે છે, તે અવળે માર્ગે ચઢી ગયો છે; અને ભૂંડાઈને તજતો નથી.


નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?


જુઓ, દુષ્ટોને દુષ્ટતાનો ગર્ભ રહે છે, તેઓ ઉપદ્રવને ઉદરમાં ઉછેરે છે, અને જૂઠાણાંને જન્મ આપે છે!


યોગ્ય નેતાગીરીના અભાવે પ્રજાનું પતન થાય છે, પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.


ખંતથી ભલું કરનાર સદ્ભાવના પ્રાપ્ત કરશે, પણ ભૂંડાઈ આચરનારને ભૂંડાઈ જ મળશે.


કારણ, તેમનાં મન હિંસાત્મક યોજનાઓ ઘડે છે; અને તેમને મુખે ઉપદ્રવની જ વાતો હોય છે.


તેમનાં વિકૃત મનમાં હંમેશા કુટિલ યોજનાઓ ઘડાતી હોય છે, અને તેઓ સર્વ સ્થળે ફાટફૂટ પડાવવા મથે છે.


ત્યાર પછી બન્‍ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય.


Lean sinn:

Sanasan


Sanasan