Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હવે મારા અમલદારો તારા રાજમહેલમાં અને તારા અમલદારોનાં ઘરમાં શોધ ચલાવશે અને તેમને મૂલ્યવાન લાગતી બધી વસ્તુઓ લઈ લેશે. આવતી કાલે આ સમયે તેઓ ત્યાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પરંતું કાલે આસરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ, ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની ઝડતી લેશે.અને એમ થશે કે જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ આવતી કાલે આશરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ અને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની તપાસ કરશે. જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હવે આવતી કાલે આ વખતે હું માંરા અમલદારોને તારા ઘર અને તારા અમલદારોના ઘરોને તપાસવા મોકલીશ અને તેઓ તેમને જે કાંઈ ગમશે તે બધું તેઓ ઝૂંટવી લેશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:6
13 Iomraidhean Croise  

ત્યાર પછી રિબકાએ પોતાની પાસે ઘરમાં રાખી મૂકેલાં પોતાના જયેષ્ઠ પુત્ર એસાવનાં સારામાં સારાં વસ્ત્ર લઈને નાના પુત્ર યાકોબને પહેરાવ્યાં.


દાવિદે કહ્યું, “હું વિકટ પરિસ્થિતિમાં આવી પડયો છું, પણ અમે માણસો દ્વારા શિક્ષા પામીએ એ કરતાં પ્રભુ પોતે જ અમને શિક્ષા કરે એ સારું છે. કારણ, પ્રભુ દયાળુ છે.”


તે પછી સંદેશકો આહાબ પાસે બેનહદાદની બીજી માગણી લઈને આવ્યા: “મેં તને સંદેશો મોકલ્યો હતો કે તારે તારું સોનું રૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો મારે હવાલે કરી દેવાં.


આહાબ રાજાએ દેશના બધા આગેવાનોને બોલાવડાવ્યા અને તેમને કહ્યું, “તમે જુઓ છો ને કે આ માણસ આપણને ખેદાનમેદાન કરી નાખવા માગે છે. તેણે મારી પત્નીઓ, મારાં સંતાનો અને મારું સોનુંચાંદી માગતો સંદેશો મારા પર મોકલ્યો અને હું કબૂલ થયો.”


તેમ જ સોના જેવાં ચળક્તાં તાંબાનાં બે કીમતી પાત્રો, વજન કરીને સોંપી દીધાં.


મૂર્તિઓ ઘડનારા નહિવત્ છે. તેમના કિંમતી દેવો કશા કામના નથી. તેમના એ સાક્ષીઓ જોતા નથી કે જાણતા નથી, તેથી તેમણે લજવાવું પડશે.


ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.


તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


તમે મારું સોનુંરૂપું પચાવી પાડયું છે અને મારો સમૃદ્ધ ખજાનો તમારા દેવમંદિરોમાં ઢસડી ગયા છો.


Lean sinn:

Sanasan


Sanasan