Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તું તેને નિર્દોષ ઠરાવીશ નહિ; પણ તેને સજા કરજે. તારે શું કરવું તેની સમજ તારામાં છે. તે માર્યો જાય તે જોજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહિ, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ હવે તારે એને સજા વગર જવા દેવો નહિ, તું સમજુ છે અને એની સાથે કેમ કામ પાર પાડવું એ તને સમજાઈ રહેશે, ખાતરી કરજે કે તે વેદનાપૂર્ણ મૃત્યુથી મરે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:9
13 Iomraidhean Croise  

પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.”


તો આ છોકરાના જીવમાં તેમનો જીવ પરોવાઈ ગયો હોવાથી તે અમારી સાથે નથી એવું જાણતાની સાથે જ તે મૃત્યુ પામશે અને તમારા આ દાસો તમારા દાસ અમારા પિતાને એના શોકથી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશે.


મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો.


જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


તારે તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે તો તું સમજે છે. તું તેને કુદરતી મોતે મરવા દઈશ નહિ.


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


તો મારાં દુ:ખો મને ડરાવે છે! કારણ, મને ખાતરી છે કે તમે મને નિર્દોષ ગણવાના નથી.


“તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી.


કારણ, તેની પાસે એક જ વસ્ત્ર છે. એ જ વસ્ત્ર તે પહેરે છે અને એ જ તે ઓઢે છે. તેની પાસે ઓઢીને સૂવાનું બીજું વસ્ત્ર જ કયાં છે? તેથી જ્યારે તે મને મદદને માટે પોકાર કરે ત્યારે હું તેનું સાંભળીશ. કારણ, હું કૃપાળુ છું.


“ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો.


પણ જો તમે તમારું વચન નહિ પાળો તો તમે પ્રભુની વિરૂધ પાપ કર્યું ગણાશે અને તમારું પાપ તમને જરૂર પકડી પાડશે.


Lean sinn:

Sanasan


Sanasan