Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તારે તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે તો તું સમજે છે. તું તેને કુદરતી મોતે મરવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે તારા ડહાપણ પ્રમાણે વર્તજે, ને તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તું તારા ડહાપણ અનુસાર કામ કરજે, અને તેને શાંતિપૂર્વક મરવા દેતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:6
18 Iomraidhean Croise  

પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.”


હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ.


મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


“પણ ગિલ્યાદના બાર્ઝિલ્લાયના પુત્રો પ્રત્યે ભલાઈ દાખવજે અને તેમનું ભરણપોષણ કરજે; કારણ, તારા ભાઈ આબ્શાલોમથી હું નાસી છૂટયો ત્યારે તેઓ મારું ભરણપોષણ કરી મારે પડખે ઊભા રહ્યા હતા.


તું તેને નિર્દોષ ઠરાવીશ નહિ; પણ તેને સજા કરજે. તારે શું કરવું તેની સમજ તારામાં છે. તે માર્યો જાય તે જોજે.”


તું મૃત્યુ પામશે અને લોકો તને સન્માનપૂર્વક તારા પૂર્વજો સાથે દફનાવશે અને આ નગર પર હું જે વિપત્તિ લાવનાર છું તે તારે જોવી પડશે નહિ.” એ સંદેશ સાથે પેલા માણસો યોશિયા રાજા પાસે પાછા ફર્યા.


નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે.


જ્ઞાની રાજા દુષ્ટોને તારવી કાઢે છે; પછી તેમના પર રથનાં પૈડાં ફેરવાવે છે.


ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


પ્રભુ કહે છે, “દુષ્ટોને શાંતિ નથી.”


સીધે માર્ગે ચાલનારાઓ મૃત્યુશૈયા પર નિરાંતે પોઢી જાય છે.


પ્રભુ કહે છે, “સાચે જ દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”


ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે.


તેમ કરવાથી જે દેશમાં તમે વસો છો તે અપવિત્ર થાય છે. ખૂન દેશને ભ્રષ્ટ કરે છે. ખૂનીના ખૂન સિવાય ભ્રષ્ટ થયેલી ભૂમિના શુદ્ધિકરણ માટે બીજું કોઈ પ્રાયશ્ર્વિત નથી.


Lean sinn:

Sanasan


Sanasan