Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 અને તારા ઈશ્વર પ્રભુ તને જે આજ્ઞા આપે તે પ્રમાણે કર. મોશેના નિયમશામાં લખેલા પ્રભુના સર્વ નિયમો અને આજ્ઞાઓ પાળ; જેથી તું જ્યાં જાય ત્યાં સર્વ બાબતોમાં સફળ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાહના માર્ગમાં ચાલીને, તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમનાં સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:3
33 Iomraidhean Croise  

તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.


શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


તેથી પ્રભુ તેની સાથે હતા, અને તે તેના સર્વ કાર્યમાં સફળ થતો. તેણે આશ્શૂરના સમ્રાટ સામે વિદ્રોહ કર્યો અને તેને આધીન થવાનો નકાર કર્યો.


મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.”


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


જે સાક્ષ્યવચનો તમે ફરમાવ્યાં છે તે યથાર્થ અને સંપૂર્ણ વિશ્વસનીય છે.


ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.”


“મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો.


તેમનો પ્રદેશ આપણે જીતી લીધો અને રૂબેનના કુળના, ગાદના કુળના તથા મનાશ્શાના અર્ધા કુળના લોકોને તે વારસા તરીકે વહેંચી આપ્યો.


તો હવે આ કરારની શરતોનું ખંતથી પાલન કરો કે, જેથી તમારાં સર્વ કાર્યોમાં તમે સફળ થાઓ.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


બીજી પ્રજા ગમે તેટલી મહાન હોય તો પણ આજે હું જે નિયમસંહિતા રજુ કરું છું એના જેવા અદલ નિયમો તથા ફરમાનો તેમની પાસે નથી.


મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.


પણ પ્રભુના સેવક મોશેએ તમને ફરમાવેલ નિયમનું પાલન કરવામાં ચીવટ દાખવજો: તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ કરો, તેમની ઇચ્છા અનુસાર વર્તો, તેમની આજ્ઞાઓ પાળો, તેમને વફાદાર રહો અને તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની સેવા કરો.”


તેથી મોશેના નિયમશાસ્ત્રમાં જે જે લખેલું છે તે બધું પાળવાને અને તે પ્રમાણે કરવાને કાળજી રાખો; તેમાંથી લેશમાત્ર ચલિત થશો નહિ.


અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા.


પલિસ્તીઓનાં સૈન્ય આક્રમણ કરતાં તે દરેક વખતે શાઉલના બીજા અધિકારીઓ કરતાં દાવિદ વધારે સફળ થતો અને તેનું નામ ખૂબ જ લોકપ્રિય થઈ પડયું.


શાઉલે સોંપેલા પ્રત્યેક કાર્યમાં દાવિદ કુશળતાપૂર્વક સફળ થતો અને તેથી શાઉલે તેને પોતાના લશ્કરમાં અફસર બનાવ્યો. શાઉલના માણસો અને તેના સર્વ અફસરોને તે ગમ્યું.


Lean sinn:

Sanasan


Sanasan