Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 રાજાએ અબ્યાથાર યાજકને કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાનાં ખેતરોમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે. પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ, કેમ કે મારા પિતા દાઉદ આગળ તેં પ્રભુ યહોવાનો કોશ ઊંચકેલો, ને મારા પિતાને પડેલાં સર્વ દુ:ખોમાં તું પણ દુ:ખી થયેલો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું તારે ઘેર અનાથોથ જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે; પણ હું તને માંરી નાખીશ નહિ. કારણ કે તેં દેવ યહોવાનો પવિત્રકોશ માંરા પિતા દાઉદ સમક્ષ ઉચક્યો હતો અને તેમનાં બધાં કષ્ટોમાં તેં ભાગ પડાવ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:26
16 Iomraidhean Croise  

પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે.


તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે.


તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા.


રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.


હે ગાલ્લીમના લોકો, બૂમ પાડો. હે લાઈશાના લોકો, સાંભળો. હે અનાથોથના લોકો, જવાબ આપો.


આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો.


હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.


“મારાં સંકટોમાં તમે સતત મારી સાથે રહ્યા છો;


તમારા સર્વ અનુભવોનો શું કોઈ જ અર્થ નથી? ના, ના, તેમનો જરૂર કંઈક અર્થ છે.


અનાથોથ અને આલ્મોન.


તને દુ:ખ પડશે અને મારા નિવાસસ્થાનના દેશમાં ઇઝરાયલના લોકોને જે સર્વ આશિષો હું આપીશ તેમની તું ઈર્ષા કરીશ. પણ તારા કુટુંબમાંથી કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ.


આબ્નેર, તું તારી ફરજ ચૂક્યો છે. જેનો પ્રભુએ રાજા તરીકે અભિષેક કર્યો છે એ તમારા માલિકનું તમે ચોક્સાઈપૂર્વક રક્ષણ કર્યું નથી. તેથી હું પ્રભુના જીવના સમ ખાઉં છું કે તમે મૃત્યુદંડને પાત્ર છો. હવે શોધો તો ખરા કે રાજાનો ભાલો ક્યાં છે? તેના માથા પાસે પડેલો પાણીનો ચંબૂ ક્યાં છે?”


Lean sinn:

Sanasan


Sanasan