Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પછી શલોમોન રાજાએ બનાયાને આજ્ઞા કરી એટલે તેણે જઈને અદોનિયાને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તેથી સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને આજ્ઞા કરી, અદોનિયાને માંરી નાખવાની.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:25
11 Iomraidhean Croise  

પછી દાવિદે પોતાના એક માણસને બોલાવીને કહ્યું, “એને મારી નાખ.” તેણે પેલા અમાલેકીને માર્યો કે તે મરી ગયો.


તેં પ્રભુની ઉપેક્ષા કરીને ઉરિયાની પત્ની રાખી હોવાથી તારા કુટુંબમાં હમેશાં અંદરોઅંદર ખૂનરેજી ચાલ્યા કરશે.”


દાવિદે હુકમ આપ્યો એટલે તેના સૈનિકોએ રિમ્મોન બરોથીના પુત્રો રેખાબ અને બાનાને મારી નાખ્યા અને તેમના હાથપગ કાપીને તેમને હેબ્રોનમાં તળાવ નજીક લટકાવ્યા. તેમણે ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવ્યું.


કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.


યોઆબ ત્યાં નાસી ગયો છે અને વેદી પાસે છે એવી ખબર મળતાં શલોમોન રાજાએ યોઆબ શા માટે વેદી પાસે જતો રહ્યો છે તે પૂછવા સંદેશક મોકલ્યા. યોઆબે જવાબ આપ્યો કે તે શલોમોનથી ગભરાઈને પ્રભુ પાસે નાસી ગયો છે. તેથી શલોમોન રાજાએ યોઆબને મારી નાખવા બનાયાને મોકલ્યો.


શલોમોને કહ્યું, “તો ભલે યોઆબના કહેવા પ્રમાણે કર. તેને મારીને દાટી દે. પછી યોઆબે નિર્દોષ માણસોનો સંહાર કર્યો તેની જવાબદારી મારા પર કે દાવિદના બીજા કોઈ વંશજ પર રહેશે નહિ.


તેથી બનાયાએ મુલાકાતમંડપમાં જઈને યોઆબને મારી નાખ્યો, અને તેને તેના વતનમાં વેરાન જગામાં દફનાવવામાં આવ્યો.


પછી રાજાએ બનાયાને હુકમ કર્યો એટલે તેણે જઈને શિમઈને મારી નાખ્યો. હવે શલોમોનની રાજસત્તા દ્રઢ બની.


તેમણે તેને કહ્યું, “અમે અહીં તને બાંધીને લઈ જવા આવ્યા છીએ, જેથી અમે તને તેમના હાથમાં સોંપી દઈએ.” શિમશોને કહ્યું, “તમે મને વચન આપો કે તમે પોતે મને મારી નાખશો નહિ.”


શમુએલે કહ્યું, “તારી તલવારે ઘણી માતાઓને પુત્રહીન કરી છે. તેમ હવે તારી માતા પણ પુત્રહીન બનશે.” એમ તેણે ગિલ્ગાલમાં પ્રભુની વેદીની આગળ અગાગના કાપીને ટુકડા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan