Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “મારા મૃત્યુનો સમય હવેનજીક છે. હિમ્મતવાન અને મક્કમ થા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું માટે તું બળવાન થા, ને પુરુષાતન દેખાડ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. માટે તું બળવાન તથા પરાક્રમી થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:2
21 Iomraidhean Croise  

બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”


પણ હવે તે મૃત્યુ પામ્યું છે તો પછી મારે શા માટે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું તેમ છું? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું આવવાનું નથી.”


હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે.


પ્રભુએ મોશે મારફતે ઇઝરાયલીઓને આપેલાં સર્વ ફરમાનો અને નિયમો તું પાળે તો જ તું સફળ થઈશ. દૃઢ તથા હિંમતવાન થા, કોઈ વાતે ડરીશ નહિ કે હિંમત હારીશ નહિ.


વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.”


યાદ રાખ કે પ્રભુએ તને તેમનું મંદિર બાંધવા પસંદ કર્યો છે; તેથી દૃઢ બન અને તે કાર્ય પાર પાડ.”


દાવિદ રાજાએ પોતાના પુત્ર શલોમોનને કહ્યું, હિંમત રાખ અને કૃતનિશ્ર્વયી બન. કામનો આરંભ કર અને કશાથી એ અટકે નહિ. હું જેમની સેવા કરું છું તે મારા ઈશ્વર પ્રભુ તારી સાથે રહેશે. તે તને તજી દેશે નહિ, પણ મંદિરનું બાંધકામ સંપૂર્ણ કરવામાં તે તારી સાથે રહેશે.


કારણ, મારી જિંદગીનાં જૂજ વર્ષો બાકી છે અને કદી પાછા ફરી ન શકાય એ માર્ગે હું જઈ રહ્યો છું.


મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો.


એવો કયો મનુષ્ય છે જે અમર રહે અને મૃત્યુને ન જુએ? પોતાના પ્રાણને મૃત્યુલોક શેઓલના પંજામાંથી કોણ છોડાવી શકે?(સેલાહ)


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


પછી પ્રભુએ નૂનના પુત્ર યહોશુઆની નિમણૂંક કરતાં તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા. ઇઝરાયલીઓને જે દેશ આપવાના મેં શપથ લીધા છે તેમાં તું તેમને દોરી જશે અને હું તારી સાથે રહીશ.”


જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.


મારા પુત્ર, ખ્રિસ્ત ઈસુમાં મેળવાવા દ્વારા આપણને આપવામાં આવેલી કૃપાની મારફતે બળવાન થા.


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


“હવે મારા મરણનો સમય નજીક આવતો જાય છે. તમે સૌ તમારા મનમાં અને અંતરમાં સમજો છો કે તમારા ઈશ્વર પ્રભુએ તમને વચન આપ્યું તે પ્રમાણે તમને સર્વ સારી વસ્તુઓ આપી છે. તેમણે આપેલાં સર્વ વચનો પરિપૂર્ણ થયાં છે અને એમાંનું એકેય નિરર્થક નીવડયું નથી.


Lean sinn:

Sanasan


Sanasan