Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તે વૃક્ષ નીચે આરામ લેવા પડયો અને ઊંઘી ગયો. એકાએક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠ અને ખા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી તે રોતેમવૃક્ષ નીચે સૂતો ને ઊંઘી ગયો, અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠીને ખા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:5
12 Iomraidhean Croise  

એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”


તેણે આસપાસ જોયું તો તેના માથા પાસે રોટલી અને પાણીની મશક જોયાં. ખાઈપીને તે પાછો આરામ લેવા પડ્યો.


યુવાન સિંહોને પણ ખોરાકના અભાવે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પ્રભુના ભક્તોને તો કોઈ સારાં વાનાંની અછત પડશે નહિ.


પ્રભુના ભક્તોની આસપાસ તેમનો દૂત ચોકી કરે છે અને તેમને જોખમમાંથી ઉગારે છે.


તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે.


હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.


મારી સાથે વાત કરનાર દૂતે મારી પાસે ફરી આવીને હું જાણે નિદ્રામાં પડયો હોઉં તેમ મને જગાડયો.


એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan