Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ને જઈને એક રોતેમવૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું, અને કહ્યું, ”હવે તો બસ થયું, હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:4
19 Iomraidhean Croise  

અને યહૂદિયાનો ઈશ્વરભક્ત જે માર્ગે ગયો હતો તે માર્ગે તેની પાછળ ગયો. તે તેને મસ્તગીવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે પૂછયું, “યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તમે છો કે?” પેલા માણસે જવાબ આપ્યો, “હા, હું જ તે છું.”


એલિયા ગભરાયો, અને જીવ લઈ નાઠો; પોતાના સેવકને લઈને તે યહૂદિયાના બેરશેબામાં ગયો.


તે વૃક્ષ નીચે આરામ લેવા પડયો અને ઊંઘી ગયો. એકાએક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠ અને ખા.”


ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્‍નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો.


અરે, મારી વિનંતી સાંભળવામાં આવે, અને જે માટે હું તડપું છે તે ઈશ્વર મને બક્ષે તો કેવું સારું!


એટલે, ઈશ્વર મને કચડી નાખવા રાજી થાય અને મને છૂટે હાથે રહેંસી નાખે તો કેવું સારું?


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


જઈને કાલ્ને શહેરને જુઓ. ત્યાંથી મહાનગર હમાથની મુલાકાત લો અને આગળ વધીને પલિસ્તીઓના શહેર ગાથમાં જાઓ. શું તેઓ યહૂદિયા અને ઇઝરાયલનાં રાજ્યો કરતાં કંઈ સારાં છે? શું તેમનો વિસ્તાર તમારા વિસ્તાર કરતાં વધારે છે?


તેથી હે પ્રભુ, મારો જીવ લઈ લો; મારે જીવવા કરતાં મરવું સારું છે.”


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


ઇજિપ્તની રાજધાનીના નગર કરતાં શું તું ચડિયાતું છે? નાઈલ નદી તેના ગઢ અને કિલ્લા સમાન હતી.


જો તમે મારી સાથે આવો જ વર્તાવ કરવાના હો તો મારા પર દયા કરીને મને મારી નાખો. જેથી મારે આ દુ:ખ લાંબો સમય વેઠવું પડે નહિ.”


આકાશમાં ઊડતાં પંખીઓ જુઓ! તેઓ બી વાવતાં નથી કે કાપણી કરીને કોઠાર ભરતાં નથી; છતાં આકાશમાંના તમારા ઈશ્વરપિતા તેમની કાળજી રાખે છે. શું તમે પંખીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી?


ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો.


તો પછી આપણે યહૂદીઓ બિનયહૂદીઓ કરતાં શું કંઈ સારી સ્થિતિમાં છીએ? ના, જરાય નહિ. અગાઉ મેં સમજાવ્યું છે તેમ યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે.


Lean sinn:

Sanasan


Sanasan