Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:3 - પવિત્ર બાઇબલ C.L.

3 એલિયા ગભરાયો, અને જીવ લઈ નાઠો; પોતાના સેવકને લઈને તે યહૂદિયાના બેરશેબામાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેણે તે જોયું, ત્યારે તે ઊઠીને પોતાનો જીવ લઈને નાઠો, ને યહૂદિયાના બેર-શેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:3
13 Iomraidhean Croise  

અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી.


તેથી તે સ્થળનું નામ ‘બેરશેબા’ એટલે સમનો કૂવો પડયું. કારણ, એ બન્‍નેએ ત્યાં સોગંદ ખાધા હતા.


તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી.


જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું. ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


મેં ઘણી અદ્‍ભુત બાબતો જોઈ હોવાથી હું ગર્વિષ્ઠ બની ન જાઉં, માટે શેતાનના સંદેશવાહક તરીકે કાર્ય કરતો એક દર્દજનક ક્ંટો મને મારા શરીરમાં આપવામાં આવ્યો હતો; જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે.


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


તેના મોટા પુત્રનું નામ યોએલ અને નાના પુત્રનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.


Lean sinn:

Sanasan


Sanasan