Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:19 - પવિત્ર બાઇબલ C.L.

19 એલિયા ઉપડયો અને તેને શાફાટનો પુત્ર એલિશા બળદોની બાર જોડથી ખેડતો મળ્યો. તેની આગળ અગિયાર જોડ હતી અને તે છેલ્લી જોડની સાથે હતો. એલિયાએ પોતાનો ઝભ્ભો કાઢીને એલિશા પર નાખ્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પછી એલિયા ત્યાથી વિદાય થયો, ને શાફાટનો દીકરો એલિશા તેને [ખેતર] ખેડતો મળ્યો. એની આગળ બાર જોડ [બળદ] હતા. ને પોતે બાર જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેથી એલિયા ત્યાંથી રવાના થયો અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેને ખેતર ખેડતો હતો. એની આગળ બાર જોડ બળદ હતા અને તે પોતે બારમી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એલિયા ત્યાંથી વિદાય થયો, અને તેણે શાફાટના પુત્ર એલિશાને ખેડ કરતો જોયો, તેની આગળ બાર જોડ બળદ હતા, અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો; એલિયાએ ત્યાંથી પસાર થતાં પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:19
14 Iomraidhean Croise  

એ સાંભળીને એલિયા પોતાના ઝભ્ભાથી પોતાનું મોં ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. તેની પાસે અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શું કરે છે?”


ઇઝરાયલના રાજા તરીકે નિમ્શીના પુત્ર યેહૂનો અભિષેક કર અને તારા પર સંદેશવાહક થવા આબેલ-મહોલાના શાફાટના પુત્ર એલિશાનો અભિષેક કરજે.


પછી એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને તેને વીંટાળીને પાણી પર અફાળ્યો; પાણીના બે ભાગ થઈ ગયા અને તે તથા એલિશા નદીમાં થઇને કોરે પગે સામે તટે પહોંચી ગયા.


મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


ત્યારે આમોસે જવાબ આપ્યો, “હું કંઈ સંદેશવાહક નહોતો અથવા કોઈ સંદેશવાહકના શિષ્યમંડળનો સભ્ય નહોતો. હું તો ભરવાડ હતો અને ગુલ્લર વૃક્ષોનો ઉછેરનાર હતો.


પણ પ્રભુએ મને મારા ઘેટાં સંભાળવાના કામમાંથી બોલાવી લીધો અને મને આજ્ઞા આપી. “જા, મારા ઇઝરાયલી લોકોને સંદેશો પ્રગટ કર.”


એને બદલે, તે કહેશે, ‘હું સંદેશવાહક નથી, હું તો ખેડૂત છું; મેં મારી આખી જિંદગી ખેતીમાં ગાળી છે.’


બીજા કેટલાકને પથ્થરે મારવામાં આવ્યા, કરવતથી વહેરી નાખવામાં આવ્યા, તલવારથી કાપી નાખવામાં આવ્યા. તેઓ ગરીબાઈ, કષ્ટો અને અત્યાચારનો ભોગ બનીને ઘેટાં તથા બકરાંના ચામડાં પહેરીને રખડતા હતા.


પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.


એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા.


તેણે પૂછયું, “તેનો દેખાવ કોના જેવો છે? તેણે જવાબ આપ્યો, “એક વૃદ્ધ માણસ ઉપર આવી રહ્યો છે. તેણે ઝભ્ભો પહેરેલો છે.” પછી શાઉલને ખબર પડી કે તે શમુએલ છે અને તેણે ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan