૧ રાજા 19:15 - પવિત્ર બાઇબલ C.L.15 પ્રભુએ કહ્યું, “પાછો ફર અને દમાસ્ક્સના રણપ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાએલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યહોવાએ તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 યહોવાએ તેને કહ્યું, “તું પાછો ફર, અને દમસ્કના રણ વિસ્તારમાં જા, ત્યાં જઈને અરામના રાજા તરીકે હઝાએલનો અભિષેક કર. Faic an caibideil |
આમ, નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ રાજા સામે વિદ્રોહ કર્યો. યોરામ અને સર્વ ઇઝરાયલીઓ અરામના રાજા હઝાએલ સામે ગિલ્યાદના રામોથનું રક્ષણ કરતા હતા. યુદ્ધમાં ઘવાયો હોવાથી યોરામ તે વખતે યિઝએલમાં હતો. તેથી યેહૂએ પોતાના સાથી અધિકારીઓને કહ્યું, “તમે મને રાજા બનાવવા રાજી હો તો રામોથમાંથી છટકીને જઈને કોઈ યિઝએલના લોકોને ચેતવી ન દે તેની ખાતરી રાખો.”