Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ તેને કહ્યું, “જા, પર્વતની ટોચે જઈને મારી આગળ ઊભો રહે.” પછી પ્રભુ પસાર થયા અને પર્વતોને તોડી નાખતો ભારે પવન વાયો; પણ પ્રભુ તે પવનમાં નહોતા. પવન વાયા પછી ધરતીકંપ થયો; પણ પ્રભુ તે ધરતીકંપમાં નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ [થયો;] પણ એ ધરતીકંપમાં યહોવા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:11
31 Iomraidhean Croise  

ત્યારે પ્રભુએ વંટોળમાંથી યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું,


આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.


તે સમયે, હે ઇઝરાયલના ઈશ્વર, સિનાઈ પર્વત પર તમારી સમક્ષ ધરતી ધ્રૂજી ઊઠી, અને આભ વરસી પડયું.


હે ઈશ્વર, તમે મુશળધાર વરસાદ મોકલ્યો. તમે જ આપેલ વારસાનો પ્રદેશ સુક્યો ત્યારે તમે તેને તરબોળ કર્યો.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


પ્રભુ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા અને મોશેને પર્વતના શિખર પર બોલાવ્યો. તેથી મોશે પર્વત પર ચડી ગયો.


“જ્યારે લોકોએ ગર્જના તથા રણશિંગડાનો અવાજ સાંભળ્યો અને પર્વત પર વીજળી અને ધૂમાડો જોયાં ત્યારે તેઓ બીકથી ધ્રૂજી ઊઠયા અને પર્વતથી દૂર ઊભા રહ્યા.


પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.”


મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો.


આવતી કાલે સવારે તૈયાર થઈને સિનાઈ પર્વતના શિખર પર આવીને ત્યાં મને મળજે.


પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું.


તેથી મને આદેશ મળ્યો હતો તે મુજબ હું સંદેશ પ્રગટ કરવા લાગ્યો. હું બોલતો હતો તેવામાં જ એક ગડગડાટનો અવાજ સંભળાયો અને એક હાડકું તેને લગતાં હાડકા સાથે એમ બધાં હાડકાં એકબીજા સાથે જોડાઇ ગયાં.


પ્રભુ સહેજમાં ગુસ્સે થતા નથી, પણ તે શક્તિશાળી છે, અને દોષિતને શિક્ષા કર્યા વગર રહેતા નથી. જ્યાં જ્યાં પ્રભુ ચાલે છે ત્યાં ત્યાં ઝંઝાવાત ઊઠે છે. વાદળો તો તેમના ચાલવાથી ઊડતી ડમરીઓ છે.


પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે.


દૂતે પ્રભુ તરફથી ઝરુબ્બાબેલને જણાવવા મને આ સંદેશો આપ્યો: “તું લશ્કરી તાક્તથી નહિ, તારા પોતાના બળથી નહિ, પણ મારા આત્માથી સફળતા હાંસલ કરશે.


દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે.


એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો.


તે સમયે તો અવાજથી આખી પૃથ્વી હાલી ઊઠી હતી, પણ હવે ઈશ્વરે વચન આપ્યું છે: “હજી એકવાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ હલાવીશ.”


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


તે પછી વીજળીના ચમકારા, અવાજો, મેઘના કડાકા અને ભયાનક ધરતીકંપ થયા. મનુષ્યને સર્જવામાં આવ્યું તે દિવસથી આજ સુધી કદી પણ એવો ધરતીકંપ થયો ન હતો. એ સૌથી ભયાનક ધરતીકંપ હતો!


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan