Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઓબાદ્યા માર્ગે જતો હતો ત્યારે તેને એકાએક એલિયા મળ્યો. તેણે તેને ઓળખ્યો અને તેને નમન કરીને પૂછયું, “મારા માલિક, એ તમે છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ૧ શમુ.અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે, જુઓ, એલિયા તેને મળ્યો.ઓબાદ્યાએ એલિયાને ઓળખીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને પૂછ્યું, “હે મારા મુરબ્બી એલિયા, એ શું તમે છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે, ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે મારા માલિક એલિયા, એ શું તમે છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઓબાદ્યા પોતાને માંગેર્ જતો હતો ત્યારે, ત્યાં એને એલિયા મળ્યો, ઓબાદ્યાએ તેને ઓળખ્યો એટલે તેને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું, “આપ જ માંરા માંલિક એલિયા ને?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:7
16 Iomraidhean Croise  

તેથી સારા એકલી એકલી હસી અને મનમાં બોલી, “હું વૃદ્ધ થઈ છું અને મારા પતિ પણ વૃદ્ધ થયા છે; તો હવે હું દેહસુખ માણી શકું ખરી?”


તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.


યહૂદાએ કહ્યું, “સાહેબ, શું કહીએ? અમે કેવી રીતે દલીલ કરીએ? કેવી રીતે અમે પોતાને નિર્દોષ જાહેર કરી શકીએ? સાહેબ, ઈશ્વરે અમારું પાપ ઉઘાડું પાડયું છે. સાહેબ, હવે માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ નહિ, પણ અમે બધા જ તમારા ગુલામ છીએ.”


અને અમે તમને કહ્યું હતું કે અમારે વૃદ્ધ પિતા છે અને એક નાનો ભાઈ છે, જે એમની પાછલી ઉંમરમાં જન્મ્યો હતો. એનો ભાઈ મરી ગયો છે એટલે એની માતાના છોકરામાંથી તે એકલો જ બાકી રહ્યો છે. અને એના પિતાને ઘણો પ્રિય છે.


હવે સાહેબ, મારી વિનંતી છે કે છોકરાના બદલામાં મને તમારા ગુલામ તરીકે અહીં રહેવા દો, પણ એને મારા ભાઈઓ સાથે પાછો જવા દો.


ત્યારે તેના ભાઈઓ તેની સમક્ષ આવી પગે પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમારા દાસ છીએ”


રાજાના પરિવારને નદી પાર કરાવીને રાજાને પ્રસન્‍ન કરવા તેઓ નદીની સામે પાર ગયા.


એક દિવસે યરોબામ યરુશાલેમથી મુસાફરીએ જઈ રહ્યો હતો ત્યારે શીલોમાંથી ઈશ્વરનો સંદેશવાહક અહિયા તેને રસ્તામાં એકલો મળ્યો.


દેશના કયા ભાગમાં કોણે શોધ કરવા જવું તે બન્‍નેએ નક્કી કરી લીધું અને પછી અલગ અલગ દિશામાં ઉપડયા.


તેણે જવાબ આપ્યો, “હા, હું એલિયા છું. જા, તારા માલિક રાજાને કહે કે હું અહીં છું.”


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


તેથી આરોને મોશેને કહ્યું, “મારા સ્વામી, મૂર્ખાઈમાં અમે પાપ કરી બેઠાં છીએ; માટે અમારા પર દયા કરો અને અમને સજા ન કરો.


તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે.


યોહાનનો પોશાક ઊંટના વાળનો બનાવેલો હતો. તે પોતાની કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. તીડો તથા જંગલી મધ તેનો ખોરાક હતો.


છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો.


Lean sinn:

Sanasan


Sanasan