Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આહાબે ઓબાદ્યાને કહ્યું, “ચાલ, આપણે પ્રત્યેક ઝરણે અને દેશમાં નદીઓનાં મેદાનોમાં ફરી વળીએ અને જોઈએ કે ઘોડા અને ગધેડાંને જીવતા રાખવા પૂરતું ઘાસ મળે તેમ છે કે નહિ, તેથી કદાચ આપણાં કોઈ પ્રાણીઓને મારી નાખવાનો વારો આવે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળા આગળ જા, કદાચ આપણને ઘાસચારો મળી આવે, ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધાં જાનવર ખોઈ ન બેસીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળાં આગળ જા. જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધાં જાનવરોને ખોઈ ન બેસીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આહાબે ઓબાદ્યાને જણાવ્યું, “ચાલ, આપણે બંને આખા દેશમાં ફરીને એકેએક ઝરણું અને એકેએક નદી જોઈ વળીએ. જો આપણને પૂરતું ઘાસ મળી જાય તો આપણા ઘોડાઓ અને ખચ્ચરોને થોડાં સમય માંટે જીવતાં રાખી શકીએ, નહિ તો આપણે તેમની હત્યા કરવી પડશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:5
11 Iomraidhean Croise  

અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


દેશના કયા ભાગમાં કોણે શોધ કરવા જવું તે બન્‍નેએ નક્કી કરી લીધું અને પછી અલગ અલગ દિશામાં ઉપડયા.


તમે પશુઓને માટે ઘાસ, અને મનુષ્યો માટે તેમણે રોપેલા છોડ ઉગાડો છો; જેથી તેઓ ધરતીમાંથી આહાર મેળવી શકે.


તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે.


પશુઓ ત્રાસ પામી ભાંભરે છે, કારણ, તેમને માટે ચારો નથી; ઘેટાંનાં ટોળાં પણ સહન કરી રહ્યાં છે.


વન્યપશુઓ પણ તમને હાંક મારે છે. કારણ, ઝરણાં સુકાઈ ગયાં છે.


પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે.


તેથી બે-ત્રણ નગરના તરસ્યા લોકો નજીકના શહેરમાં પાણી શોધવા ગયા, તો ત્યાં પણ પીવા પૂરતું ય પાણી નહોતું. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


જો કે અંજીરીને ફૂલ ન બેસે, અને દ્રાક્ષવેલાઓ પર કંઈ દ્રાક્ષ ન પાકે; જો કે ઓલિવનો પાક નિષ્ફળ નીવડે, અને ખેતરોમાં કંઈ ધાન્ય પાકે નહિ; જો કે વાડામાંનાં બધાં ઘેટાં નાશ પામે, અને ઢોરની બધી કોઢો ખાલીખમ થઈ જાય,


Lean sinn:

Sanasan


Sanasan