Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:41 - પવિત્ર બાઇબલ C.L.

41 પછી એલિયાએ આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને ખાઓ. મને આવનાર વરસાદની ગર્જના સંભળાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 પછી એલિયાએ આહાબને કહ્યું, “ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ [સંભળાય] છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 એલિયાએ આહાબને કહ્યું, “ઊઠ, ખા તથા પી, કારણ, મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 એલિયાએ આહાબને કહ્યું, “હવે પાછો જા, અન્નજળ લે, કારણ, મને મૂશળધાર વરસાદનો અવાજ સંભળાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:41
8 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


કેટલાક વખત પછી, દુકાળના ત્રીજે વર્ષે પ્રભુએ એલિયાને કહ્યું, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હું વરસાદ મોકલીશ.”


એલિયાએ હુકમ કર્યો, “બઆલના સંદેશવાહકોને પકડો; તેમને છટકી જવા દેશો નહિ.” લોકોએ એ સૌને પકડયા. એલિયાએ તેમને કિશોન ઝરણાએ લઈ જઇને મારી નાખ્યા.


આહાબ જમવા ગયો ત્યારે એલિયા ર્કામેલ પર્વતના શિખર પર ચઢી ગયો અને પોતાના ઘૂંટણો વચ્ચે માથું રાખી જમીન પર નમી પડયો.


તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો.


ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.


જા, આનંદથી તારું ભોજન ખા અને ઉમંગથી દ્રાક્ષાસવ પી, કારણ, તારાં કામનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે.


તો હવે મારી વિનંતી છે કે કંઈક ખાઓ. તમારે બચવા માટે એમ કરવાની જરૂર છે. તમારા માથાનો એક વાળ પણ વાંકો થવાનો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan