Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:4 - પવિત્ર બાઇબલ C.L.

4 અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યાં, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે જયારે ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જયારે રાણી ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી, ત્યારે તેણે એકસો પ્રબોધકોને આશ્રય આપ્યો, અને દરેક ગુફામાં 50 પ્રબોધકો એમ બે ગુફામાં તેઓને સંતાડ્યાં, અને તેમને અનાજપાણી પૂરાં પાડયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:4
18 Iomraidhean Croise  

પણ યહૂદિયાના ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તમારે ઘેર આવીને તમારી મહેમાનગીરી સ્વીકારી શક્તો નથી. હું અહીં પણ તમારી સાથે કંઈ ખાઈપીશ નહિ.


તે પાણી લેવા જતી હતી એવામાં તેણે બૂમ પાડી. “વળી, મારે માટે થોડી રોટલી પણ લેતી આવજે.”


ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું?


આહાબે ઓબાદ્યાને કહ્યું, “ચાલ, આપણે પ્રત્યેક ઝરણે અને દેશમાં નદીઓનાં મેદાનોમાં ફરી વળીએ અને જોઈએ કે ઘોડા અને ગધેડાંને જીવતા રાખવા પૂરતું ઘાસ મળે તેમ છે કે નહિ, તેથી કદાચ આપણાં કોઈ પ્રાણીઓને મારી નાખવાનો વારો આવે નહિ.”


અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.”


તારે તારા માલિક આહાબ રાજાના કુટુંબનો સર્વનાશ કરવાનો છે, જેથી મારા સંદેશવાહકો અને મારા અન્ય સેવકોને મારી નાખવા બદલ હું ઇઝબેલને શિક્ષા કરું.


પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.


તેઓ યહૂદિયાના લોકોને કહે છે, “મંત્રણા કરો અને તમારે શું કરવું તેનો નિર્ણય આપો. ખરા બપોરના તાપમાં શીતળ છાયા આપનાર વૃક્ષની જેમ અમારું રક્ષણ કરો અને નિરાંત આપો. અમે ભાગી આવેલા નિરાશ્રિતો છીએ. કોઈ અમને શોધી ન શકે એવી જગ્યાએ અમને સંતાડો.


પણ શાફાનના પુત્ર અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.”


પછી મંત્રીઓએ બારૂખને કહ્યું, “તું અને યર્મિયા સંતાઈ જાઓ. તમે ક્યાં છો તેની કોઈને ખબર પડવા દેશો નહિ.”


ખેડૂતોએ એ નોકરોને પકડયા. કોઈને માર માર્યો, તો કોઈને મારી નાખ્યો, તો કોઈને પથ્થરે માર્યો.


હું ભૂખ્યો હતો અને તમે મને ખોરાક આપ્યો. હું તરસ્યો હતો અને તમે મને પાણી પાયું. હું અજાણ્યો હતો ત્યારે તમે તમારાં ઘરોમાં મને આવકાર આપ્યો.


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan