Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને હું તમારી પાસેથી જઈશ કે, તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તમને લઈ જશે. અને હું જઈને આહાબને ખબર આપું, ને તમે તેને ન મળો, તો તે મને મારી નાખે; પણ હું તમારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું તારી પાસેથી જઈશ કે, તરત યહોવાહનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે. પછી હું જ્યારે જઈને આહાબને ખબર આપું અને જ્યારે તું તેને મળે નહિ, ત્યારે તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા બાળપણથી યહોવાહથી બીતો આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એટલે એવું થશે કે હું આપની પાસેથી જઈને આહાબને કહીશ, અને યહોવાનો આત્માં તમને દૂર લઇ જશે અને મને ખબર પણ નહિ પડે તમે ક્યાં છો અને જ્યારે રાજા તમને જોવા નહિ પામે, તો તે મને માંરી નાખશે. હું તમાંરો સેવક નાનપણથી યહોવાને અનુસરૂં છું તેમ છતાં પણ તમે જાણતા નથી કે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:12
27 Iomraidhean Croise  

અને હવે તમે અહીં છો એવું તેને કહેવા મને કહો છો?


ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્‍નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો.


તેમણે કહ્યું, “અમે અહીં પચાસ બળવાન પુરુષો છીએ. અમે જઈને તમારા ગુરુની શોધ કરીએ. કદાચ પ્રભુના આત્માએ તેમને ઊંચકી જઈને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં મૂકી દીધા હશે.” એલિશાએ જવાબ આપ્યો, “ના, તમારે જવાની જરૂર નથી.”


યોશિયા હજી તો તેની કિશોરાવસ્થામાં હતો ત્યારે પોતાના અમલના આઠમે વર્ષે પોતાના પૂર્વજ દાવિદ રાજાના ઈશ્વરની આરાધના શરૂ કરી. ચાર વર્ષ પછી તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો, અશેરા દેવીની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી મૂર્તિઓ તોડી નાખી ને તે યહૂદિયા અને યરુશાલેમને શુદ્ધ કરવા લાગ્યો.


હે પ્રભુ, મારી આશા તમારા પર જ છે; હે પ્રભુ, નાનપણથી જ હું તમારા પર ભરોસો રાખું છું.


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે.


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


પછી સંદર્શનમાં ઈશ્વરનો આત્મા મને ઊંચકીને બેબિલોનમાં દેશનિકાલ થયેલા પાસે લઇ ગયો. પછી ત્યાં એ સંદર્શન મારી પાસેથી લોપ થઇ ગયું.


પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો અને તેમનો આત્મા મને બહાર લઇ ગયો અને મને હાડકાંથી છવાયેલી ખીણમાં મૂક્યો.


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે.


ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.


હેરોદે તેને શોધી કાઢવાનો હુકમ કર્યો, પણ તેઓ તેને શોધી શક્યા નહિ. તેથી તેણે ચોકીદારોની પૂછપરછ કર્યા પછી તેમને મારી નંખાવ્યા. એ પછી હેરોદ યહૂદિયામાંથી જઈને થોડો સમય કાઈસારિયામાં રહ્યો.


તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહિ, પણ તે આનંદ કરતો કરતો તેને માર્ગે આગળ વધ્યો.


તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;


શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે.


બાળ શમુએલ અળસીરેસાના વસ્ત્રનો શ્વેત ઝભ્ભો પહેરીને પ્રભુની સેવા કરતો હતો.


બાળ શમુએલ મોટો થતો ગયો અને પ્રભુ તેમ જ માણસોની દૃષ્ટિમાં કૃપા પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan