Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તમારા ઈશ્વર પ્રભુના જીવના સમ ખાઈને કહું છું કે દુનિયાના દેશેદેશમાં રાજાએ તમારી શોધ કરાવી છે. જ્યારે કોઈ દેશનો શાસનર્ક્તા એવોે અહેવાલ આપે કે તમે તેના દેશમાં નથી ત્યારે તમે ત્યાં નથી એવા શપથ આહાબે તે દેશના શાસનર્ક્તા પાસે લેવડાવ્યા છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તમારા ઇશ્વર યહોવાના જીવના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તમારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય, અને જ્યારે તેઓએ કહ્યુ. ‘તે અહીં નથી, ’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારા ઈશ્વર યહોવાહના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. જ્યારે તેઓએ કહ્યું, ‘એલિયા અહીં નથી,’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જેટલી ખાત્રી યહોવા તમાંરા દેવની હાજરીની છે તેટલી જ ખાત્રીથી હું કહું છું કે, આ પૃથ્વી પર એક છેડાથી બીજા છેડા સુધી એવા કોઈ રાજય કે પ્રજા બાકી નથી, જયાં રાજાએ તમાંરી શોધ કરી ના હોય, અને દેશના રાજાએ જયારે બધાંને પૂછયું અને તેઓ બધાં કહેતા કે ‘એલિયા’ અહીં નથી ત્યારે એ કથન સાચું છે એવું પૂરવાર કરવા રાજા તેની પાસે વચન લેવડાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:10
20 Iomraidhean Croise  

પછી રાજાએ તેને કહ્યું, “મને મારા સર્વ સંકટોમાંથી બચાવનાર જીવંત પ્રભુને નામે તને વચન આપું છું કે


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


તેણે જવાબ આપ્યો, “તમારા ઈશ્વર પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે માત્ર માટલીમાં મુઠ્ઠીભર લોટ અને બરણીમાં થોડુંક ઓલિવ તેલ છે. હું અહીં થોડા લાકડાં વીણવા આવી છું, જે લઈને હું મારા પુત્ર અને મારે માટે થોડુંક તૈયાર કરીશ. એ અમારું છેલ્લું ભોજન હશે, પછી અમે ભૂખે મરી જઈશું.”


એલિયા પ્રભુની આજ્ઞા માનીને કરીથ વહેળા પાસે જઈ ત્યાં રહ્યો.


“હવે, સિદોન પાસે સારફાથ નગરમાં જા અને ત્યાં રહે. ત્યાં રહેતી એક વિધવાને મેં તને ખવડાવવાની આજ્ઞા કરી છે.”


અને હવે તમે અહીં છો એવું તેને કહેવા મને કહો છો?


*એલિયાએ જવાબ આપ્યો, “સર્વસમર્થ પ્રભુ જેમની સેવા હું કરું છું તેમના જીવના સમ દઈને કહું છું કે હું આજે રાજા સમક્ષ રજૂ થઈશ.”


ઓબાદ્યાએ કહ્યું, “મેં આપનો શો અપરાધ કર્યો છે કે આહાઝ રાજા મને મારી નાખે એવા જોખમમાં નાખો છો?


પ્રભુએ મને મારા પિતાના રાજ્યાસન પર સ્થિર કર્યો છે; તેમણે પોતાનું વચન પાળ્યું છે અને મને અને મારા વંશજોને રાજ્ય આપ્યું છે. હું જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે અદોનિયા આજે જ માર્યો જશે.”


પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”


અહંકારી દુષ્ટો ગરીબોને ખૂબ સતાવે છે; દુષ્ટોના પ્રપંચમાં ગરીબો ફસાઈ જાય છે.


તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો.


સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;


પછી મંત્રીઓએ બારૂખને કહ્યું, “તું અને યર્મિયા સંતાઈ જાઓ. તમે ક્યાં છો તેની કોઈને ખબર પડવા દેશો નહિ.”


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


ત્યારે તેમણે તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.


તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.”


આખીશે દાવિદને બોલાવીને કહ્યું, “પ્રભુના જીવના સમ, તું મને વફાદાર રહ્યો છે અને તું મારી સાથે આવીને યુદ્ધમાં ભાગ લે એ મને ગમ્યું હોત. તું મારી પાસે આવ્યો તે દિવસથી અત્યાર સુધી મને તારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. પણ બીજા રાજવીઓ તને સ્વીકારવા તૈયાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan